લૉન્ગ ડિસ્ટન્સ સંબંધો છે અને ફિઝિકલ નીડ પણ છે તો શું કરવું?

24 January, 2023 04:48 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મૅસ્ટરબેશન સૌથી સેફ સેક્સલાઇફ છે. એમાં કોઈ બીજાની આવશ્યકતા રહેતી નથી અને પાર્ટનરને ચીટ કર્યાનો અફસોસ પણ થતો નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું અનમૅરિડ છું અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનથી જોડાયેલી હોવાથી અમે રેગ્યુલર મળી શકતાં નથી. ક્યારેક અમે મહિનામાં એકાદ વાર મળીએ તો ક્યારેક બે-ત્રણ મહિના સુધી મળવાનો ચાન્સ પણ ન મળે. આવા સમયે નૅચરલી ફિઝિકલ નીડ ઊભી થવાની. જોકે મને મૅસ્ટરબેશનમાં સંકોચ થાય છે. એના માટે મેં ટ્રાય કરી, પણ મનમાં પેલું હેઝિટેશન રહ્યા કરે છે એટલે હું આગળ વધી નથી શકતી. મારે શું કરવું જોઈએ જેથી હું બીજા કોઈ તરફ સ્લિપ થયા વિના રિલેશન પણ મેઇન્ટેઇન કરી શકું અને જરૂરિયાત પણ પૂરી થાય? મૅસ્ટરબેશન માટે ફિંગર સિવાય કોઈ બીજો રસ્તો છે? જો હું મારી ફિઝિકલ નીડ પૂરી નહીં કરું તો મને ડર છે કે બીજા તરફ ખેંચાઈ જઈશ. મલાડ

ગાઇડન્સમાં એક જ શબ્દ કહેવાનો - મૅસ્ટરબેશન. તમને ખબર જ છે એનો ઉપાય. મનમાં જે કોઈ સંકોચ હોય એને કાઢી નાખો. અગાઉ આ જ કૉલમના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મૅસ્ટરબેશન સૌથી સેફ સેક્સલાઇફ છે. એમાં કોઈ બીજાની આવશ્યકતા રહેતી નથી અને પાર્ટનરને ચીટ કર્યાનો અફસોસ પણ થતો નથી.

આ પણ વાંચો : સજાતીય છું, પણ મારે હૅપી ફૅમિલી જોઈએ છે

મૅસ્ટરબેશનમાં હેઝિટેશન ન થવું જોઈએ અને જો એ પછી પણ રહ્યા જ કરતું હોય તો એ પ્રકારનો માહોલ ઊભો કરવાની કોશિશ કરો અને એ કરવા સુધી તમને ખેંચી જાય એવી સિચુએશન તમે જ જાતે જનરેટ કરો. એ પ્રકારની ફિલ્મ કે પછી વેબ-સિરીઝ કે પછી એવું કન્ટેન્ટ તમને મૅસ્ટરબેશન માટેના એક્સાઇટમેન્ટ સુધી ખેંચી જઈ શકે છે. આપણે ત્યાં મોટા ભાગની ફીમેલને મૅસ્ટરબેશનની ઇચ્છા થતી હોય છે, પણ કોઈ જોઈ જશે એ વાતનો ડર સતત રહ્યા કરતો હોય છે. આ જ કારણે મૅસ્ટરબેશનને અધવચ્ચે છોડી દેવાનું પણ દસમાંથી નવ મહિલા સાથે બનતું હોય છે.

કહ્યું એમ પ્રૉપર ઍટ્મૉસ્ફિયર બનાવો. રાતનો સમય પસંદ કરો. રૂમ બંધ કરી દો અને લાઇટ્સ ઑફ રાખીને એ દિશામાં આગળ વધવાની કોશિશ કરો. મૅસ્ટરબેશન સમયે તમે તમારા બૉયફ્રેન્ડ સાથેની એ પળો યાદ કરો જેમાં તમે વનનેસનો અનુભવ કર્યો હતો. એ અનુભવ પણ તમને ચરમસીમા સુધી લઈ જવાનું કામ કરશે. મૅસ્ટરબેશન માટે વાઇબ્રેટર્સ છે અને એમાં અલગ-અલગ વરાઇટીઓ પણ છે. તમે એ ઑનલાઇન ખરીદી શકો છો.

columnists sex and relationships life and style