ડિલિવરી પછી પેનિટ્રેશનમાં પ્રૉબ્લેમ થવા માંડ્યો છે

19 December, 2022 04:54 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સામાન્ય રીતે નૉર્મલ ડિલિવરી થાય એ વખતે ડૉક્ટર બાળકને નીકળવા પૂરતો માર્ગ બનાવવા માટે વજાઇના પાસે એક કટ મૂકતા હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારાં મૅરેજને ચાર વર્ષ થયાં છે. છેલ્લા પાંચેક મહિનાથી પ્રૉબ્લેમ શરૂ થયો છે. ઇન્ટિમેટ રિલેશન પછી મને પ્રાઇવેટ પાર્ટમાં બળતરા થાય છે અને પેનિસની હિલ રેડિશ થઈ જાય છે. પેનિટ્રેશન દરમ્યાન મારી વાઇફને પણ ખૂબ જ પેઇન થાય છે અને પછી એની વજાઇના રેડિશ થઈ જાય છે. અમે ફોરપ્લેમાં પૂરતો સમય ગાળીએ છીએ એ છતાં પણ આવું થતું હોવાથી મને લાગે છે કે વાઇફને લુબ્રિકેશનમાં ઓટ આવી ગઈ છે. અમારી બન્નેની ઉંમર હજુ તો ૩૨ વર્ષ છે, ત્યારે આવું થવાનું કારણ શું? મૅરેજની શરૂઆતમાં અમને ક્યારેય એવું નહોતું થતું. અમારે ત્યાં બેબી આવ્યું અને ત્યાર પછી ચારેક મહિના પછી આ પ્રૉબ્લેમ શરૂ થયો. એવું સાંભળ્યું છે કે ડિલિવરી પછી વજાઇનલ લૂઝ થાય અને સેક્સમાં પ્રૉબ્લેમ આવે. જોકે અમને લુબ્રિકેશન ઘટી ગયું હોય એવું બન્નેને લાગે છે. આવું બને ખરું? મારા પેનિસની સાઇઝમાં પણ કંઈ ફરક નથી આવ્યો છતાં એવું લાગે છે કે પેનિટ્રેશન અઘરું થઈ ગયું છે. શું કરવું? કાંદિવલી

આ પણ વાંચો : માસિકમાં ઇચ્છા થાય છે, પણ અપશુકનની બીક લાગે છે

તમારા કેસમાં હાલમાં પેનિટ્રેશન અઘરું બની રહ્યું છે એનું કારણ લુબ્રિકેશન ઓછું હોવા ઉપરાંત બીજું પણ એક કારણ છે. જોકે એ તારણ પર આવો એ પહેલાં એક-બે વાર સમાગમ દરમ્યાન આર્ટિફિશ્યલ લુબ્રિકેશન વાપરી જુઓ. ફોરપ્લે દરમ્યાન પૂરતી ઉત્તેજના આવે એ પછીથી કોપરેલ તેલ અથવા તો જેલી લઈને વજાઇનલ પાર્ટ પાસે લગાવવી. એમ કરવાથી ઘર્ષણ ઘટશે અને પેનિટ્રેશન કરવાનું સરળ બનશે. જો એ છતાં સમસ્યા અકબંધ રહે તો બીજી શક્યતા હોઈ શકે છે. 

આ પણ વાંચો :  ગુદામૈથુનની આદત છે, પણ એ કૉન્ડોમ વિના ના પાડે છે તો શું કરવું?

સામાન્ય રીતે નૉર્મલ ડિલિવરી થાય એ વખતે ડૉક્ટર બાળકને નીકળવા પૂરતો માર્ગ બનાવવા માટે વજાઇના પાસે એક કટ મૂકતા હોય છે. ડિલિવરી પછી એની પર સ્ટિચ લેવાનો હોય. ઘણી વાર ડૉક્ટર એકાદ વધારાનો સ્ટિચ લે છે જેને કારણે વજાઇનામાં આવેલી લૂઝનેસને કારણે સેક્સલાઇફમાં પ્રૉબ્લેમ ન આવે. જોકે ક્યારેક જરૂર કરતાં વધુ સ્ટિચ લેવાઈ ગયો હોય તો વજાઇનાનો એન્ટ્રી પોઇન્ટ વધુ સાંકડો થઈ જાય. કદાચ ડૉક્ટરે વધારાનો સ્ટિચ લીધો હોવાને કારણે પેનિટ્રેશનમાં તકલીફ પડતી હોઈ શકે છે. એવું છે કે નહીં એ તમને તમારા ગાયનેક જ કહી શકે, પણ પહેલાં તમે આર્ટિફિશિયલ જેલીનો ઉપયોગ કરી ખાતરી કરી લો.

columnists sex and relationships health tips life and style