હસબન્ડ જાહેરમાં પણ અડપલાં કરતો રહે છે

14 June, 2022 05:37 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બીજી બધી જ રીતે તેઓ ખૂબ સારા છે, પણ અજાણ્યા લોકોની સામે મને પકડવાનું અને અડપલાં કરવાનું ભૂંડું વર્તન કરી બેસે છે. બહુ કહું તો એકાદ-બે દિવસ ફરક પડે, પણ પછી હતા એવા જ થઈ જાય. હું શું કરું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. મારા હસબન્ડની કેટલીક વિચિત્ર આદતો મને ઇરિટેટ બહુ કરે છે. બેડરૂમમાં તે રિલેશનશિપ માટે બહુ પૅશનેટ નથી હોતા, પણ દિવસ દરમ્યાન ક્યારેય અને કોઈની પણ હાજરીમાં તે વારંવાર છૂટછાટ લીધા કરે છે. પહેલાં તો નવાં-નવાં લગ્ન હતાં એટલે આસપાસના લોકો આડું જોઈ લેતા, પણ હવે તો ત્રણ વર્ષ થઈ ગયાં છે અને અધૂરામાં પૂરું, આ આદત ઘટવાને બદલે વધી રહી છે. ટ્રેનમાં કે બસમાં બેઠા હોય ત્યારે પણ તેમનો હાથ પોતાના પ્રાઇવેટ પાર્ટ્‍સ પાસે જ હોય. ક્યારેક તો તેઓ રૂમમાં પણ એક પણ કપડું પહેર્યા વિના સૂતા હોય. બહારનું કોઈ આવ્યું હોય ત્યારે પણ માત્ર ટુવાલ વીંટીને ફરે. જ્યારે હું ટોકું તો કહે કે મને ખબર નહોતી. મેં જોયું છે કે મારા પાડોશમાં રહેતી બીજી ફીમેલ પણ તેમનાથી અંતર રાખે છે. બીજી બધી જ રીતે તેઓ ખૂબ સારા છે, પણ અજાણ્યા લોકોની સામે મને પકડવાનું અને અડપલાં કરવાનું ભૂંડું વર્તન કરી બેસે છે. બહુ કહું તો એકાદ-બે દિવસ ફરક પડે, પણ પછી હતા એવા જ થઈ જાય. હું શું કરું?
મુલુંડ

તમારો પ્રશ્ન થોડો ગંભીર છે. જાહેરમાં બીજાને દેખાય એ રીતે જાતીય ચેષ્ટાઓ કરવી એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. જાતીય પ્રદર્શન દ્વારા બીજાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ટેવ એ સભ્યતાની નિશાની નથી. કદાચ આ વાત તમારા હસબન્ડને સમજાય તો છે, પણ અચાનક જ આવતા આવેગોને કારણે ડહાપણ ટકતું નથી. સમજણ પડતી હોવા છતાં આવેગો પર તેઓ કાબૂ રાખી શકતા નથી.
આ વર્તનથી તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી, પરંતુ સામાજિક રીતે એની માઠી અસરો છે. સૌથી પહેલાં તો તેમને જાહેરમાં આમ કરવાની આદત કઈ રીતે પડી અને કયા-કયા સંજોગોમાં તેમને ઇચ્છા થાય છે અને કયા સંજોગોમાં અર્જને કન્ટ્રોલમાં નથી રાખી શકતા એ બધું સમજવું જરૂરી છે. એના માટે તમે કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. સમસ્યાનું મૂળ સમજીને બિહેવિયરલ મૉડિફિકેશન દ્વારા આ આદતને કેટલેક અંશે દૂર કરી શકાય છે. જોકે એમાં પણ તેમનો સેલ્ફ-કન્ટ્રોલ હોવો ખૂબ જરૂરી છે. વર્તણૂક વધુ બગડે એ પહેલાં પ્રોફેશનલ હેલ્પ બને એટલી જલદી લો એ જરૂરી છે.

columnists sex and relationships life and style