ડ્રિન્ક્સ છોડ્યા પછી હસબન્ડને હવે સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો

21 March, 2023 05:58 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તેમના ગાઇડન્સ મુજબ દવા લો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૩પ વર્ષ અને હસબન્ડની ૪૦ વર્ષ છે. હસબન્ડની દારૂની આદત છોડાવવા તેમને  રીહૅબ સેન્ટરમાં મોકલવા પડ્યા. હજી છએક મહિના પહેલાં જ તેઓ પાછા આવ્યા છે. હવે તેઓ ડ્રિન્ક્સ નથી કરતા, પણ હજીયે એના વિના તેમને લાઇફમાં મજા નથી આવતી એવું ચોખ્ખું દેખાય છે. સેક્સલાઇફમાંથી સાવ રસ ઊડી ગયો છે. મહિને એકાદ-બે વાર માંડ અમે સેક્સ માણીએ છીએ. ઇરેક્શનમાં તેમને વાંધો નથી આવતો; પણ રસ નહોતો પડતો એટલે તેમના એક ફ્રેન્ડે કોઈ હર્બલ મેડિસિન આપી, જેને લીધે હવે વીકમાં બે-ત્રણ વખત તેમને સેક્સનું મન થાય છે. હવે સ્પર્મની માત્રા ઘટી ગઈ છે. ઇરેક્શનમાં પણ વાર લાગે છેે. હમણાં પેલી હર્બલ દવા બંધ કરતાં ફરીથી સેક્સલાઇફ સાવ ડલ થઈ ગઈ છે. શું સ્પર્મની ક્વૉન્ટિટી અને સેક્સની ઇચ્છા વધારી શકાય ખરી? બોરીવલી

કોઈ પણ વ્યસન છોડવામાં આવે ત્યારે એ વ્યસનને કારણે આવતાં વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સને લીધે થોડો સમય પરેશાની રહે અને એ બહુ નૅચરલ છે. આલ્કોહોલ છોડ્યા પછી માત્ર સેક્સ પ્રત્યે જ નહીં, લાઇફમાંથી પણ ઇન્ટરેસ્ટ ઊડી ગયો હોય એવી ફીલિંગ આવતી હોય છે. આવા સમયે તેમને જરૂર છે પાર્ટનરની અને તેના હૂંફ અને સાથસહકારની.

આ પણ વાંચો: હમણાં બાળક જોઈતું નથી એટલે અમે દસ દિવસે સંબંધનો નિયમ રાખ્યો છે

તમે હર્બલ દવાનું નામ આપ્યું નથી એટલે એના વિશે કોઈ કમેન્ટ ન કરી શકાય. હા, એટલું કહીશ કે ક્યારેય મિત્રોના ભરોસે મેડિસિન ન લેવી જોઈએ. બહેતર છે કે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તેમના ગાઇડન્સ મુજબ દવા લો. હર્બલ દવાઓમાં ઘણી વખત વાયેગ્રા ભૂકો કરીને નાખવામાં આવે છે એટલે દવા શામાંથી બની છે એ જાણવું જરૂરી છે.

સ્પર્મની ક્વૉન્ટિટીને સેક્સની ઇચ્છા સાથે કોઈ સીધો સંબંધ નથી. સ્પર્મની વધુ તો સેક્સનું વધારે મન થાય એવું માનવું ભૂલભરેલું છે. સ્ટ્રેસ અને બીજા અનેક એવા પ્રૉબ્લેમ છે જેને લીધે સ્પર્મની ક્વૉન્ટિટીમાં દેખીતો ફરક પડે. ઘણી વાર એવું પણ બને કે સેક્સની બે સાઇકલ વચ્ચે સમય બહુ ટૂંકો હોય તો પણ માત્રા ઘટી જાય. જોકે હું અત્યારે તમને એક જ ઍડ્વાઇઝ આપીશ કે તમે તમારા હસબન્ડને મૅક્સિમમ પ્રેમ અને લાગણી આપો. એ તેમની તાતી જરૂરિયાત છે.

columnists life and style health tips sex and relationships