હમણાં બાળક જોઈતું નથી એટલે અમે દસ દિવસે સંબંધનો નિયમ રાખ્યો છે

20 March, 2023 05:41 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમને સૌથી પહેલાં તો ઍડ્વાઇઝ આપવાની કે મનમાંથી ભ્રમણા દૂર કરો કે સ્પર્મ વાપરવાથી ક્યારેય ખતમ થતું નથી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારાં મૅરેજને ચાર વર્ષ થયાં છે. શરૂના છ મહિના સેક્સલાઇફ ખૂબ એક્સાઇટમેન્ટવાળી હતી, પણ એક વાર અબૉર્શન કરાવવું પડ્યું એટલે હું અને મારી વાઇફ બન્ને અલર્ટ થઈ ગયાં. એ સમયે અમે બાળક માટે તૈયાર નહોતાં. અમારા ગુરુની પણ સલાહ હતી કે જો બાળક હમણાં ન જોઈતું હોય તો ફિઝિકલ ઇન્ટિમસી ઓછી કેળવવી. મારા કેટલાક ફ્રેન્ડ્સ તો કૉલેજ ટાઇમે પણ એકદમ બિન્દાસ મજા લેતા હતા. પણ એ પછી બાળક મેળવવામાં તકલીફ પડેલી. બાળક વિશે નહોતું વિચાર્યું એ પહેલાં અમે વીકમાં બે-ત્રણ વાર સેક્સ કરતાં, પણ પછી અમે રૂલ બનાવ્યો કે હવે દસ દિવસે એક જ વાર સેક્સ કરીશું. પહેલાં અમે એ દિવસની રાહ જોતાં અને એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે અમને બન્નેને નક્કી કરેલા સમયે ઇચ્છા જ નથી રહેતી. અમારા બન્નેનું એક્સાઇટમેન્ટ સાવ ઘટી ગયું છે. શું આ નૉર્મલ છે? મલાડ

પહેલાં તમે જાતે ખોટા નિર્ણયો લઈને નૅચરલ એક્સાઇટમેન્ટને રૂંધવાની કોશિશ કરી અને હવે કહો છો તમારું એક્સાઇટમેન્ટ લેવલ ઘટી ગયું છે. તમને સૌથી પહેલાં તો ઍડ્વાઇઝ આપવાની કે મનમાંથી ભ્રમણા દૂર કરો કે સ્પર્મ વાપરવાથી ક્યારેય ખતમ થતું નથી. મોટી ઉંમરે પેરન્ટ્સ બનવામાં તકલીફ પડે છે એનું કારણ યુવાનીમાં વધારે સેક્સ કરીને સ્પર્મ ખર્ચી નાખવાથી નહીં. તમે જે વાતો કરી છે એ જોઈને વિચાર એ આવે કે યંગ-જનરેશન જો આ પ્રકારે સેક્સ-એજ્યુકેશનનો અભાવ બતાવશે તો દેશ ક્યાં જઈને અટકશે.

આજની લાઇફ-સ્ટાઇલ એટલી સ્ટ્રેસમય થઈ ગઈ છે કે ૩૦-૩૫ વર્ષની આસપાસ હૉર્મોન્સમાં ઓછપ તેમ જ અન્ય કારણોસર ફર્ટિલિટીની સમસ્યા નડી શકે છે. તમે અત્યારે ભલે સ્પર્મનો સ્ટૉક કર્યો હોય, જો તકલીફ થવાની હશે તો તમારા એ સ્ટૉકને પણ એની આડઅસર દેખાશે જ. સેક્સ માટે જે નિયમ બનાવ્યો છે એ તદ્દન વ્યર્થ અને નુકસાનકારક છે. સેક્સની બાબતમાં ભરમાવાને બદલે મનની ઇચ્છાને અનુસરો. એક નાનું વીક-એન્ડ વેકેશન લો અને તમે બનાવેલા નિયમો તોડીને શારીરિક જરૂરિયાતને નૅચરલી વહેવા દો.

columnists sex and relationships life and style