Instagram પર કરશો આ કામ તો અકાઉન્ટ થશે ડિલીટ, આપવામાં આવી છે ચેતવણી

21 July, 2019 02:18 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

Instagram પર કરશો આ કામ તો અકાઉન્ટ થશે ડિલીટ, આપવામાં આવી છે ચેતવણી

Instagram પર કરશો આ કામ તો અકાઉન્ટ થશે ડિલીટ

ઈન્સ્ટાગ્રામ હવે યૂઝર્સના અકાઉન્ટ ડિલીટ કરતા પહેલા એક નોટિફિકેશન જાહેર કરીને ચેતવણી આપી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને આ ચેતવણી Community Guidelines Violationsના કારણે આપી રહ્યું છે. ફેસબુકની માલિકીની કંપનીએ પોતાની પોલિસીમાં બદલાવ કર્યો છે. કોઈ પણ પ્રકારના આપત્તિજનક કન્ટેન્ટને આ પ્લેટફોર્મ પર વારંવાર શેર કરનાર યૂઝર્સના અકાઉન્ટને ડિસેબલ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ યૂઝર કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ આ પ્લેટફોર્મ પર શેર કરે છે જે કમ્યૂનિટી ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં છે તો તેમનું અકાઉન્ટ ડિસેબલ કરવામાં આવી રહ્યું છે. Community Guidelines તોડનારા યૂઝર્સને પહેલા ઈન્સ્ટાગ્રામ ચેતવણી આપશે, જો તે બાદ પણ યૂઝર્સ પોતાના અકાઉન્ટથી આવા પ્રકારનું કન્ટેન્ટ શેર કરશે તો તેનું અકાઉન્ટ પરમેનેન્ટલી ડિસેબલ કરી દેવામાં આવશે.

ઈન્સ્ટાગ્રામની નવી પોલિસી પ્રમાણે, કોઈ પણ યૂઝરનું અકાઉન્ટ એક નિશ્ચિત વખત ગાઈડલાઈન્સ તોડ્યા બાદ ડિસેબલ કરી દેવામાં આવશે. ઈન્સ્ટાગ્રામની આ પોલિસી યૂઝર્સને પોતાના પ્લેટફોર્મ સાથે જોડી રાખવા માટે બનાવવામાં આવી છે. પહેલા વૉર્નિંગ આપ્યા વિના જ અકાઉન્ટ ડિસેબલ કરી દેવામાં આવતું હતું.



નવી પોલિસી અંતર્ગત, યૂઝર્સને નોટિફિકેશનના માધ્યમથી જણાવવામાં આવે છે કે તેમનું અકાઉન્ટ હવે રિસ્કમાં છે અને જો તેણે ફરી પૉલિસીને બ્રેક કરી તો અકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. યૂઝર્સને એ પોસ્ટ પણ બતાવવામાં આવશે જે ક્મ્યૂનિટી ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં હોય.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

આ મહિનાની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામે ઑનલાઈન બૂલિંગને રોકવા માટે એક નવું ફીચર પણ રોલ કર્યું હતું. જે AIથી સજ્જ છે. જો યૂઝર્સ કોઈ પણ પ્રકારની હેટ સ્પીચ પોસ્ટ કરશે તો આ ફીચર તમને પોસ્ટ બદલવા માટે આગ્રહ કરશે.

tech news technology news