Year Ender 2021: વર્ષની સૌથી વધુ લાઈક કરાયેલી ટ્વિટ્સ આ રહી, જુઓ અહીં

27 December, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષ 2021 હવે અલવિદા કહેવાનું છે. હવે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. તેને થોડા જ દિવસો બાકી છે, પરંતુ વર્ષ 2021ની યાદો આજે પણ દરેક માનવીના મનમાં તાજી છે.

પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2021 હવે અલવિદા કહેવાનું છે. હવે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. તેને થોડા જ દિવસો બાકી છે, પરંતુ વર્ષ 2021ની યાદો આજે પણ દરેક માનવીના મનમાં તાજી છે. કોવિડ-19 રોગચાળાની વચ્ચે, આપણામાંથી ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવ્યો છે. ઘણી ક્ષણો યાદગાર બની ગઈ છે. ટ્વિટરના વાર્ષિક આંકડા પણ આવી કેટલીક યાદગાર ક્ષણો તરફ નિર્દેશ કરે છે. વિશ્વભરના ટ્વિટર યુઝર્સે લાઈક્સ અને રીટ્વીટ વડે તેઓને જે મહત્ત્વનું લાગ્યું તે શેર કર્યું હતું. ચાલો જાણીએ કેટલીક મહત્ત્વપૂર્ણ ટ્વીટ્સ વિશે, જેને વર્ષ 2021માં લોકોએ ખૂબ પસંદ કરી છે.

2021નું સૌથી પ્રિય ટ્વિટ

ટ્વિટર સાઇટના સત્તાવાર બ્લોગ અનુસાર વર્ષ 2021માં માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ પસંદ કરાયેલ ટ્વિટ જો બાઇડનનું છે, જેમણે 20 જાન્યુઆરી 2021ના ​​રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે “અમેરિકામાં આ નવો દિવસ છે.” તેને અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધુ ‘લાઇક્સ’ મળ્યા છે.

વર્ષ 2021માં બીજું સૌથી પ્રિય ટ્વિટ

વર્ષ 2021માં બીજી સૌથી વધુ પસંદ કરાયેલ ટ્વિટ ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી આવી છે. 4 ઓક્ટોબરે કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધીમાં 33 લાખ લાઈક્સ મળી છે.

દક્ષિણ કોરિયન ગાયકનું ટ્વિટ

વર્ષ 2021માં સૌથી વધુ લાઈક કરાયેલી ટ્વિટ્સની યાદીમાં આગળનું નામ દક્ષિણ કોરિયાના ગાયક અને ગીતકાર જંગકુકનું છે. લોકપ્રિય કે-પૉપ જૂથ BTS ના સભ્ય, ગાયકે પલંગની ફ્રેમની સામે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. 25 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવી ત્યારથી આ તસવીરને 3.2 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

બરાક ઓબામાનું ટ્વિટ

વર્ષ 2021માં સૌથી વધુ પસંદ કરાયેલા ટ્વિટ્સની યાદીમાં ચોથું સ્થાન જો બાઇડનનું છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ટ્વિટમાં કહ્યું “મારા મિત્ર, રાષ્ટ્રપતિ જો બાઇડનને અભિનંદન! તમારો સમય આવી ગયો છે.” 20 જાન્યુઆરીએ શેર કરવામાં આવેલ આ ટ્વિટને 2.7 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

સૌથી વધુ પસંદ આ પણ એક ટ્વિટ

સૌથી વધુ પસંદ કરાયેલી યાદીમાં પાંચમુ ટ્વિટ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત છે. પાંચમું સૌથી વધુ લાઈક કરાયેલું ટ્વીટ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું છે. તેમણે લખ્યું કે “રેડી ટુ સર્વ.” 20 જાન્યુઆરી 2021ના ​​રોજ શેર કરવામાં આવેલ ટ્વિટને 2.2 મિલિયનથી વધુ “લાઇક્સ” મળી છે.

સૌથી વધુ રીટ્વિટ કરાયેલ પોસ્ટ

ટ્વિટર ડેટા અનુસાર, 2021ની સૌથી વધુ રીટ્વિટ કરાયેલી ટ્વિટ BTSના સત્તાવાર એકાઉન્ટમાંથી હતી, જેમાં જાતિવાદનો અંત લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ટ્વિટમાં #StopAsianHate અને #StopAAPIHate હેશટેગ્સ સાથે બેન્ડનું નિવેદન પણ છે. 30 માર્ચે પોસ્ટ શેર કરવામાં આવી ત્યારથી આ પોસ્ટને 1 મિલિયનથી વધુ વખત રીટ્વિટ કરવામાં આવી છે.

tech news technology news twitter