Xiaomiએ Meitu સાથે 'CC' સીરીઝ રજૂ કરી, ફ્લિપ કૅમેરા સાથે જલદી થશે લૉન્ચ

22 June, 2019 01:19 PM IST  |  મુંબઈ

Xiaomiએ Meitu સાથે 'CC' સીરીઝ રજૂ કરી, ફ્લિપ કૅમેરા સાથે જલદી થશે લૉન્ચ

Xiaomiએ Meitu સાથે 'CC' સીરીઝ રજૂ કરી

ચાઈના સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ પોતાની નવી 'CC' સીરીઝની ઘોષણા કરી દીધો છે. આ સીરીઝમાં બે સ્માર્ટફોન્સ લૉન્ચ કરી શકાય છે. એની પહેલા કંપનીએ પોતાની આ સીરીઝ વિશે ચીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીર મુજબ આ નવી સીરીઝમાં હાલમાં જ લૉન્ચ થયેલો sus 6Zની જેમ જ ફ્લિપ કૅમેરા મોડ્યૂલ આપી શકાય છે.

શું છે ‘CC’?

Xiaomiએ MeituPic ફોટો એડિટિંગ એપ બનાવનારી કંપની Meituની સાથે ભાગીદારીમાં આ સીરીઝ રજૂ કરવાની ઘોષણા કરી છે. આ સીરીઝના સ્માર્ટફોનને ખાસ રીતે યુવાનોને ધ્યાનમાં રાખતા કૅમેરા સેન્ટ્રિક બનાવવામાં આવશે. કંપનીઓ જણાવ્યું કે આ સીરીઝના સ્માર્ટફોન્સ "Colourful"ની સાથે જ "Creative" પણ હશે. આમા ‘CC’નો અર્થ "Chic and Cool" છે.

ફીચર્સ

કંપનીએ આ સીરીઝના સ્માર્ટફોન્સને કોઈપણ ફીચર્સ વિશે બતાવ્યું નથી. પરંતુ આ સીરીઝમાં બે સ્માર્ટફોન્સ Mi CC9 અને Mi CC9e લૉન્ચ કરી શકાય છે. આ બન્ને સ્માર્ટફોન્સ Meitu AI એસ્થેટિક લેબ અને Xiaomiની ટેક્નિક સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. બન્નેજ સ્માર્ટફોન્સમાં સેલ્ફી કૅમેરા પર પણ ફોકસ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે Xiaomiએ ગયા વર્ષે Meituની હાર્ડવેર ટીમને પોતાની આ નવી સીરીઝના સ્માર્ટફોન્સ માટે હાયર કરી હતી. આ સીરીઝના Mi CC9eને વૉટરડ્રોપ નૉચ ફીચર સાથે લૉન્ચ કરી શકાય છે. જ્યારે Mi CC9ને ફૂલ ડિસપ્લે અને ફ્લિપ કૅમેરા ફીચર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. બન્ને જ સ્માર્ટપોન્સને ઈન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લૉન્ચ કરી શકાય છે.

આ પણ વાંચો : સેમસંગ ગેલેક્સી M40 નું ભારતમાં વેચાણ શરૂ, મીડનાઇટ બ્લુ લોકોએ વધુ પસંદ કર્યો

Mi CC9eમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 712 એસઓસી પ્રોસેસર આપી શકાય છે જ્યારે Mi CC9માં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730 એસઓસી પ્રોસેસર આપી શકાય છે. Mi CC9માં 48 મેગાપિક્સલના પ્રાઈમરી કૅમેરા આપવામાં આવી શકાય છે. એની સાથે એક અલ્ટ્રા વાઈડ સેન્સર પણ આપી શકાય છે. બન્ને જ સ્માર્ટફોન્સ 4,000 mAhની બેટરી અને 27Wના સુપરફાસ્ટ ચાર્જિંગ ટેક્નિક સાથે લૉન્ચ કરી શકાય છે.

tech news xiaomi