સેમસંગ ગેલેક્સી M40 નું ભારતમાં વેચાણ શરૂ, મીડનાઇટ બ્લુ લોકોએ વધુ પસંદ કર્યો

Published: Jun 19, 2019, 18:35 IST | Mumbai

સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ગેલેક્સી M સિરીઝનો વધુ એક દમદાર ફોન M40 ભારતમાં 11 જૂને લોન્ચ કર્યો હતો. આ નવો ફોન ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી M40માં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપ્યું છે.

Mumbai : સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ગેલેક્સી M સિરીઝનો વધુ એક દમદાર ફોન M40 ભારતમાં 11 જૂને લોન્ચ કર્યો હતો. આ નવો ફોન ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી M40માં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપ્યું છે. ફોનમાં રિઅર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 32 મેગા પિક્સેલનો પ્રાયમરી કેમેરા છે. આ નવા ફોનમાં સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલોજી આપી છે, જેની મદદથી ફોનની ડિસ્પ્લેનાં કોઈપણ ભાગને યુઝર પોતાનાં કાન પાસે રાખીને વાત કરી શકે છે. ભારતમાં આજે એમેઝોન પર પ્રથમ સેલ યોજાયો હતો. જેમાં લોકોને મીડનાઈટ બ્લૂ વેરઇન્ટ ખૂબ પસંદ આવ્યું હતું. આ સેલમાં સી વૉટર બ્લૂ વેરિઅન્ટ માત્ર 91 ટકા વેચાયું હતું.


કિંમત અને ઓફર

સેમસંગ ગેલેક્સી M40 હાલ એકજ વેરિઅન્ટ 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. તેની કિંમત હાલ 19,999 રૂપિયા રાખવામાં આવી છે. આજે યોજાનારા સેલ સાથે કેટલીક લોન્ચ ઓફર પણ સામેલ છે. આ સ્માર્ટફોન સેમસંગ ઓનલાઈન સ્ટોર અને એમેઝોન પરથી ખરીદી શકાશે. આજે સેલમાં Galaxy M40 ખરીદનારા જિયો કસ્ટમર્સને 198 રૂપિયા અને 299 રૂપિયા વાળા પ્લાનમાં ડબલ ડેટાનો ફાયદો મળશે. આઈડિયાના ગ્રાહકોને 255 રૂપિયાનાં રિચાર્જ સાથે 3750 રૂપિયાનું કેશબેક મળશે અને આઈડિયા-વોડાફોનનાં ગ્રાહકોને 18 મહિના સુધી રોજ 0.5GB એડિશનલ ડેટા આપવામાં આવશે.


સેમસંગની ગેલેક્સી M સિરીઝનો આ ચોથો ફોન છે. કંપની M40 પહેલાં Galaxy M10, Galaxy M20 અને Galaxy M30 સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. નવા ફોન ગેલેક્સી M40માં 6.3 ઈંચની ફૂલ એચડી+ ઈન્ફિનિટી O ડિસ્પ્લે આપી છે, જેનું રિઝોલ્યૂશન 2340 x 1080 પિક્સેલનું છે. ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેર સાથે 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપ્યું છે. ફોનની બેટરી 3,500mAhની છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. સેફ્ટી માટે ફોનનાં રિઅર પેનલ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે.

આ પણ વાંચો : Samsungનું ફોલ્ડેબલ સ્માર્ટફોનનું લોન્ચીંગ સતત બીજીવાર ટળ્યું


ગેલેક્સી M40નાં કેમેરાની વાત કરીએ તો તેમાં 32+5+8 મેગાપિક્સેલનાં ત્રણ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે. 8 મેગાપિક્સેલનો વાઈડ એન્ગલ અને 5 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર આપ્યો છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. કેમેરામાં લો-લાઈટ ફોટોગ્રાફી માટે અનેક મોડ આપ્યા છે, જે એઆઈ સપોર્ટ સાથે આવે છે. લાઈવ ફોકસ, સ્લોમો અને હાઈપરલેપ્સ જેવા ફીચર્સ પણ કેમેરા સાથે સામેલ છે. આ ફોનની રેડિએશન વેલ્યૂ પણ ખૂબ ઓછી છે જે ઉત્તમ ડિવાઈસ બનાવવામાં મદદરૂપ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK