વોટ્સએપના લાસ્ટ સીન ફીચરમાં ટૂંક સમયમાં થઈ શકે છે ફેરફાર, તમને થશે આ ફાયદો

15 November, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સિવાય આ ફીચરમાં અન્ય કોઈ પ્રાઈવસી ઓપ્શન આપવામાં આવ્યું નથી.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

WhatsApp એક ખૂબ જ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. તેનું લાસ્ટ સીન ફીચર પણ ઘણું લોકપ્રિય છે. આ સુવિધા ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યારે ઘણા લોકો આ ફીચરથી પરેશાન પણ છે. જોકે, આ અને બ્લુ ટિક ફીચર ઓન કે ઓફ કરી શકાય છે.

આ સિવાય આ ફીચરમાં અન્ય કોઈ પ્રાઈવસી ઓપ્શન આપવામાં આવ્યું નથી. હવે અહેવાલો આવી રહ્યા છે કે, WhatsApp આ ફીચરમાં અન્ય વિકલ્પો પણ ઉમેરવા પર કામ કરી રહ્યું છે. આની મદદથી, તમે ચોક્કસ કોન્ટેક્ટ સાથે જ લાસ્ટ સીન શેર કરી શકો છો.

આ ફીચર રિલીઝ થયા બાદ યુઝર્સ કંટ્રોલ કરી શકશે કે તેમનો લાસ્ટ સીન ટાઈમ સ્ટમ્પ કોણ જોઈ શકશે.

આ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે કે જેઓ કેટલાક લોકોથી લાસ્ટ સીન છુપાવવા માગે છે જ્યારે કેટલાક લોકોને લાસ્ટ સીન બતાવવા માગે છે. આ ફીચર એપના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે.

WABetaInfoએ આ અંગે જાણ કરી છે. તેણે આ અંગેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. WABetaInfo WhatsAppના આગામી ફીચર્સ પર નજર રાખે છે. અત્યારે યૂઝર્સ પાસે એવરીવન, માય કોન્ટેક્ટ્સ અને નોબડીનો વિકલ્પ છે.

આ ફીચર રિલીઝ થયા બાદ તેમાં અન્ય નવો વિકલ્પ My Contacts Except… પણ ઉમેરવામાં આવશે. આ વિકલ્પ સાથે, વપરાશકર્તાઓ ચોક્કસ કોન્ટેક્ટથી તેમનો લાસ્ટ સીન છુપાવી શકે છે. જો બધુ બરાબર રહ્યું, તો આ સુવિધા ટૂંક સમયમાં WhatsAppમાં જોવા મળશે.

 

life and style technology news tech news whatsapp