WhatsAppની મોટી જાહેરાત, અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર બહાર પાડ્યું, જાણો...

03 November, 2022 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપના કોમ્યુનિટી ફીચર અંગે જાહેરાત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ફેસબુક (Facebook)ના સ્થાપક માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) વોટ્સએપ પર કોમ્યુનિટી ફીચર (WhatsApp Community Feature)ના રોલઆઉટની જાહેરાત કરી છે. આ સુવિધા આજથી વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી છે. જો કે, દરેકને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપના કોમ્યુનિટી ફીચર અંગે જાહેરાત કરી હતી. કંપની અનેક ઝોનમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. આ ફીચરથી યુઝર્સ ગ્રુપમાં કનેક્ટ થઈ શકશે. આ એક ગ્રુપની અંદર ગ્રુપ છે. એટલે કે ગ્રુપમાં, તમે સબ-ગ્રુપ બનાવીને સિલેક્ટ કરેલા લોકોને મેસેજ મોકલી શકો છો.

વોટ્સએપ કોમ્યુનિટી ફીચર સાથે, કંપની પાડોશી, શાળા અને વર્કપ્લેસમાં માતાપિતાને લક્ષ્ય બનાવશે. યુઝર્સ મોટા જૂથમાં પણ એકથી વધુ ગ્રુપમાં જોડાઈ શકશે. કંપની આ માટે 50થી વધુ સંસ્થાઓ સાથે 15 દેશોમાં કામ કરી રહી છે.

કમ્યુનિટી ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સ Android મોબાઇલમાં ચેટમાં ટોચ પર કોમ્યુનિટી ટેબ પર ક્લિક કરી શકે છે જ્યારે iOSમાં નીચે આ વિકલ્પ ઉપલબ્ધ છે. ત્યાંથી, યુઝર્સ નવા ગ્રુપ અથવા અગાઉ ઉમેરાયેલા ગ્રુપમાંથી સમુદાયની શરૂઆત કરી શકે છે.

યુઝર્સ સરળતાથી ગ્રુપમાં પણ સ્વિચ કરી શકે છે. એડમિન ગ્રુપના તમામ સભ્યોને જરૂરી માહિતી મોકલી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સાથે યુઝર્સને ઉચ્ચ સ્તરીય સુરક્ષા અને પ્રાઈવસી મળશે. આ ફીચરની મદદથી યુઝરને અલગ-અલગ ગ્રુપ બનાવવાની અને અલગ-અલગ ગ્રુપમાં મેસેજ મોકલવાની જરૂર નહીં પડે.

કંપનીએ એમ પણ કહ્યું છે કે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. આ સાથે, કંપની દ્વારા યુઝર્સના ડેટાનો ઉપયોગ પણ નહીં થાય. કમ્યુનિટી ઉપરાંત, કંપનીએ વધુ ત્રણ નવા ફીચર્સ પણ બહાર પાડ્યા છે.

હવે યુઝર્સ 32-લોકો સાથે વીડિયો કૉલમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત ગ્રુપની સાઇઝ પણ 512 સભ્યોથી વધારીને 1024 કરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં ઇન-ચેટ પોલ પણ આયોજિત કરી શકાય છે. આ ગ્રુપના સભ્યો કોઈપણ મુદ્દા પર પોતાનો મત આપી શકે છે.

આ પણ વાંચો: WhatsAppએ ભારતમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બ્લોક, જાણો વિગત

life and style tech news technology news whatsapp