વોટ્સએપને લાગ્યું ગ્રહણ: લગભગ બે કલાક ઠપ રહી સેવાઓ, જાણો વિગત

25 October, 2022 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્ડ નથી થતાં મેસેજ

પ્રતીકાત્મક તસવીર

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)ની સેવાઓ મંગળવારે લગભગ ૧૨.૫૦ વાગ્યા આસપાસ ઠપ થઈ ગઈ છે. આ ડાઉન વોટ્સએપના ગ્રુપ ચેટમાં જોવા મળી રહ્યું છે. વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલાક યુઝર્સને અન્ય ચેટમાં પણ મેસેજ સેન્ડ થતો નથી.

અન્ય સોશિયલ મીડિયા પર યુઝર્સ તરફથી આવી ફરિયાદો મળતા, થોડી જ વારમાં #WhatsAppDown ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. આઉટેજ ડિટેક્ટ કરતી વેબસાઇટ DownDetectorએ પુષ્ટિ કરી છે કે WhatsApp ડાઉન છે. વેબસાઇટના હીટ-મેપના આધારે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનઉ જેવા મોટા શહેરો સામેલ છે.

શું છે સમસ્યા?

આ વિશે પણ WhatsApp તરફથી કોઈ માહિતી નથી. ઑક્ટોબર 2021માં, મેટા-માલિકીના પ્લેટફોર્મ - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ મોટા DNS ફેલ્યોર બાદ લગભગ છ કલાક માટે બંધ થઈ ગયા હતાં. DNS અથવા ડોમેન નેમ સિસ્ટમ એ એવી સેવા છે જે માનવ-વાંચી શેકે તેવા હોસ્ટનામો (જેમ કે Gujaratimidday.com)ને આંકડાકીય IP સરનામાઓમાં ફેરવે છે.

મેટા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ વોટ્સએપ યુઝર્સની સમસ્યાઓને સમજે છે અને તેઓ જલદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છે.

તાજેતરના અપડેટ મુજબ લગભગ ૨ કલાકની જહેમત બાદ વોટ્સએપ ફરી શરૂ થયું હતું.

life and style whatsapp technology news tech news