પ્લે સ્ટોરમાંથી ગાયબ થયું WhatsApp, યૂઝર્સે કર્યું રિપોર્ટ

12 October, 2019 11:07 AM IST  |  મુંબઈ

પ્લે સ્ટોરમાંથી ગાયબ થયું WhatsApp, યૂઝર્સે કર્યું રિપોર્ટ

WhatsApp પ્લે સ્ટોર પરથી થયું ગાયબ

દુનિયાની સૌથી લોકપ્રિય અને સિક્યોર ઈન્સટન્ટ મેસેજિંગ એપ WhatsApp 11 ઑક્ટોબરે કેટલાક સમય માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ ગયું. WhatsAppના પ્લે સ્ટોર પરથી ગાયબ થવાથી સૌથી વધુ તકલીફ નેધરલેન્ડ અને યૂકેના યૂઝર્સને થઈ. WhatsApp પર નજર રાખનાર WABetainfoના રિપોર્ટ અનુસાર, આ ઈન્સટન્ટ મેસેન્જિંગ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી થોડા સમય માટે ગાયબ થઈ ગઈ હતી. એન્ડ્રોઈડ યૂઝર્સ આ એપને પ્લે સ્ટોર પર નહોતા જોઈ શક્યા. જો કે, બાદમાં તે એપ્લિકેશન પ્લે સ્ટોર પર પાછી આવા ગઈ હતી. યૂઝર્સે સ્ક્રીન શૉટ્સ પણ શેર કર્યા હતા. જેમાં WhatsApp સિવાય અન્ય એપ જોઈ શકાતી હતી.


જો કે તમને જણાવી દઈએ કે આ લોકપ્રિય એપને હવે ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર જોઈ શકાય છે. કેટલાક યૂઝર્સ જૂની apk ફાઈલના માધ્યમથી આ એપને ઈન્સ્ટૉલ કરી શકતા હતા, પરંતુ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ નહોતા કરી શકતા. બાદમાં ખબર પડી કે આ પરેશાની દરેક એન્ડ્રૉઈડ યૂઝર્સને નહોતી થઈ રહી. કેટલાક એન્ડ્રૉઈડ યૂઝર્સને જ આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. એટલું જ નહીં iOS યૂઝર્સને પણ પરેશાની નહોતી થઈ.

આ પણ જુઓઃ 90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

WhatsAppના માલિકીની કંપની ફેસબુક તરફથી આ મામલે કોઈ આધિકારીક નિવેદન સામે નથી આવ્યું. તમને જણાવી દઈએ કે દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઈન્સટન્ટ મેસેન્જિંગ એપ છે.દુનિયાભારમાં તેના કરોડો યૂઝર્સ છે. ભારતમાં આ એપના 25 કરોડ યૂઝર્સ છે. તેનો ઉપયોગ ન માત્ર ચેટિંગ પરંતુ કૉલિંગ પણ કરી શકો છે.સાથે ફોટો, વીડિયો અને મ્યૂઝિક પણ શેર કરી શકાય છે.

tech news google