WhatsAppમાં આ રીતે એક્ટિવેટ કરો ફિન્ગરપ્રિન્ટ લૉક ફીચર

15 August, 2019 05:25 PM IST  |  મુંબઈ ડેસ્ક

WhatsAppમાં આ રીતે એક્ટિવેટ કરો ફિન્ગરપ્રિન્ટ લૉક ફીચર

વૉટ્સએપ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં હવે એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનનું ફીચર છે. આ પહેલા આવું ન હતું. જો કે IOS યૂઝર્સ માટે આ પહેલા પણ આ ફીચર લૉન્ચ કરવામાં આવ્યું હતું, પણ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે હવે આ ફીચર Beta અપડેટ દ્વારા આપવામાં આવી રહ્યું છે.એપ્પલ માટે ફિન્ગર પ્રિન્ટ સ્કેનર સિવાય ફેસ આઇડીનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આઇફોન એક્સ સાથે એપલએ ફેસ આઇડીની શરૂઆત કરી હતી અને ત્યારથી અત્યાર સુધી નવા એપલ આઇફોનમાં ફેસ આઇડીનો સપોર્ટ આપવામાં આવે છે.

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરો છો તો તમારી માટે ફિન્ગરપ્રિન્ટ સ્કેનર એક્ટિવેટ કરવાની રીત આ છે. આ ફીચર વૉટ્સએપ બીટા વર્ઝન 2.19.3માં છે, તેથી તમારું વૉટ્સએપ અપડેટ હોવું જોઇએ.

આના પછી વૉટ્સએપ ઓપન કરી સેટિંગ્સમાં જવું. અકાઉન્ટ પર ટેપ કરો અને પ્રાઇવસી સિલેક્ટ કરવી. નીચે સુધી સ્ક્રોલ કરી અને ફિન્ગરપ્રિન્ટ લોકનું ઑપ્શન દેખાશે. ત્યાં ફિન્ગરપ્રિન્ટ લોકને સિલેક્ટ કરતાં વૉટ્સએપ તમને ફિન્ગરપ્રિન્ટ સેન્સર ટચ કરવાનું નોટિફિકેશન આપશે. હવે વૉટ્સએપ પર આ ઑપ્શન મળશે કે ફોન લોકનું ડ્યૂરેશન તમે કેટલું રાખવા માગો છો. અહીં તરતથી લઈને 1 મિનિટ અને 30 મિનિટ સુધીના ઑપ્શન્સ મળશે.

IOS યૂઝર્સ માટે વૉટ્સએપમાં ફેસ આઇડી સેટ કરવાની રીત આ છે. વૉટ્સએપ ઓપન કરીને અકાઉન્ટ પર ટેપ કરવું. અહીં પ્રાઇવસી ઑપ્શન સિલેક્ટ કરવું. હવે તમે સૌથી નીચે સ્ક્રીન લૉક સિલેક્ટ કરો. સૌથી ઉપર રિક્વાયર ફેસ આઇડી મળશે, જો તમારા આઇફોનમાં ફેસ આઈડી સપોર્ટ કરે છે તો.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

આ લિસ્ટમાં ચાર ઑપ્શન મળશે. તરત જ, 1 મિનિટ, 15 મિનિટ પછી અને એક કલાક પછી. તેમાંથી તમે કોઈપણ સિલેક્ટ કરી શકો છો.

જો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ ફીચર નથી મળતું તો તમારે રાહ જોવાની છે.

tech news technology news