WhatsAppએ અપડેટ કર્યું ફોટો શેરિંગ ફીચર, હવે નહીં થાય ભૂલ

26 June, 2019 07:51 AM IST  |  મુંબઈ

WhatsAppએ અપડેટ કર્યું ફોટો શેરિંગ ફીચર, હવે નહીં થાય ભૂલ

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ યુઝર્સની સુવિધા માટે સતત કોઈને કોઈ અપડેટ લાવી રહી છે. હવે વ્હોટ્સ એપે પોતાનું ફોટો શેરિંગ ફીચર અપડેટ કરવાની શરૂઆત કરી છે. આ ફીચર અંતર્ગય વ્હોટ્સએપ પર જો તમે કોઈ વ્યક્તિને મેસજ કે ફોટો મોકલશો તો પહેલા આ ફીચર સામેવાળી વ્યક્તિનું નામ કન્ફર્મ કરશે, જેને તમે મેસેજ કે ફોટો મોકલવા ઈચ્છો છો. વહોટ્સ એપનું આ નવું ફીચર રોલ આઉટ થયા બાદ ભૂલથી મોકલાતા મેસેજની સંખ્યા ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપનું આ ફીચર લાઈવ થઈ ચૂક્યુ છે. જો કે આ ફીચર અત્યારે માત્ર v2.19.173 વર્ઝનના બીટા વર્ઝનમાં જ અવેલેબલ છે. આ ફીચર દ્વારા તમે જ્યારે પણ મેસેજ, ફોટો કે કોઈ ડોક્યુમેન્ટ મોકલશો ટો ટોપ લેફ્ટ કોર્નર પર તે વ્યક્તિનું પ્રોફાઈલ પિક્ચર દેખાશે. એટલું જ નહીં કેપ્શન એરિયામાં પણ નીચે તરફ કોન્ટેક્ટનું નામ લખેલું દેખાશે. વ્હોટ્સ એપના આ નવા ફીચરથી ખોટા વ્યક્તિને મેસેજ મોકલવાની શક્યતા ઘટી જશે. આ ફીચર પર્સનલ ચેટની સાથે સાથે ગ્રુપ ચેટમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ સેમસંગ ગેલેક્સી M40 નું ભારતમાં વેચાણ શરૂ, મીડનાઇટ બ્લુ લોકોએ વધુ પસંદ કર્યો

જો કે એન્ડ્રોઈડમાં હજી પણ ફોટો મોકલતા સમયે જેને મેસેજ કરો છો તેનું પ્રોફાઈલ પિક્ચર ઉપરની તરફ દેખાય છે. પરંતુ iOSમાં આ ફીચર નથી. જો કોઈ વ્યક્તિએ પ્રોફાઈલ ફોટો નથી લગાવ્યો તો ભૂલ થવાની શક્યતા વધી જાય છે. એક રિપોર્ટ પ્રમાણે આ નવું પીચર ટૂંક સમયમાં જ સ્ટેબલ બિલ્ડના અપડેટમાં આપવામાં આવશે. વ્હોટ્સ એપના આ ફીચરથી યુઝર્સને કન્ફ્યુઝનથી બચવામાં મદદ મળશે. આ ઉપરાંત જો તમારી પાસે બીટા ટેસ્ટર છે, તો તમને આ ફીચર અત્યારે જ મળી ગયું હશે. જણાવી દઈએ કે વ્હોટ્સ એપે તાજેતરમાં જ કહ્યું હતું કે આગામી મહિનામાં કંપની બલ્ક મેસેજ અને સ્પામ મોકલનાર યુઝર્સ વિરુદ્ધ લીગલ એક્શન લઈ શકે છે.

tech news technology news life and style