સુપરસોનિક તરંગોના કારણે તારાઓમાં થાય છે મહાવિસ્ફોટ, ઉકેલાયું રહસ્ય

04 November, 2019 11:46 AM IST  |  મુંબઈ

સુપરસોનિક તરંગોના કારણે તારાઓમાં થાય છે મહાવિસ્ફોટ, ઉકેલાયું રહસ્ય

ઉકેલાયું બ્રહ્માંડનું રહસ્ય

બ્રહ્માંડમાં જ્યારે કોઈ તારાની અવધિ પુરી થયા છે ત્યારે તેમાં ભયાનક વિસ્ફોટ થાય છે. જેનાથી નિકળતો પ્રકાશ અને વિકિરણ એટલું જોરદાર હોય છે કે આખી આકાશગંગા ધુંધળી થઈ જાય છે. વિસ્ફોટ બાદ તારા સફેદ ડ્વાર્ફમાં બદલાઈ જાય છે. આ ઘટનાને સુપરનોવા કે મહાનોવા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ તેની પાછળનું રાસાયણિક કારણની ભાળ મેળવવાનો દાવો કર્યો છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ આ આખી પ્રક્રિયાને સમજાવી છે.

રહસ્યમય સુપરસોનિક તરંગોનું રિએક્શન
સાઈન્સ નામક જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે તારાના વિસ્ફોટની આ પ્રક્રિયા રહસ્યમય સુપરસોનિક તરંગોના રિએક્શના કારણે જન્મ લે છે. જેને ડેટોનેશન કહેવામાં આવે છે. આ અભ્યાસ અમેરિકાની કનેક્ટિકટ યૂનિવર્સિટીના રીસર્ચર્સ અને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કર્યો છે. રીસર્ચર્સે કહ્યું કે,'આ રહસ્યમય તરંગો અવાજની ગતિના મુકાબલે અનેક ગણી ઝડપે ચાલે છે અને તારામાં વિસ્ફોટ થયા તે પહેલા તેની સમગ્ર સામગ્રીઓને નષ્ટ કરી દે છે.'

આવી રીતે કર્યો અભ્યાસ
આ અભ્યાસ માટે અમેરિકાના સૌથી મોટા સુપર કંપ્યૂટરો પર કરવામાં આવેલા પ્રયોગ અને સંખ્યાત્મક સિમ્યૂલેશનનો ઉપયોગ કરતા સુપરનોવાની ઘટનાને પ્રદર્શિત કરી. અભ્યાસ બાદ શોધકર્તાઓને જણાયું કે આ પ્રકારનો વિસ્ફોટ ત્યારે જ થાય છે જ્યારે કાર્બન અને ઑક્સીજનના પરમાણુઓના એક તારાના ગર્ભમાં લગભગ 1, 000 ટન પ્રતિ ઘન સેન્ટિમીટરમાં પેક કરવામાં આવે છે અને તેને પરમાણુ પ્રતિક્રિયાઓમાં ઉચ્ચ તાપમાન પર બળવા માટે છોડી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

ભારે માત્રામાં હોય છે ઊર્જાનું ઉત્સર્જન
વૈજ્ઞાનિકોના અનુસાર, તેનું પરિણામ એ હોય છે કે આ વિસ્ફોટ બાદ તારામાંથી એક સેકન્ડમાં આટલી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, જેટલી તારાઓ પોતાના આખા જીવનકાળમાં ઉત્સર્જિત કરે છે. વિસ્ફોટ બાદ અનેક પ્રકારની ગેસ અને તારામાંથી નીકળેલા ટુકડાઓ અંતરિક્ષમાં ફેલાઈ જાય છે. અનેક વાર આ ટુકડા તારા અને ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવે ત્યારે તેની કક્ષાના ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે.

tech news