વાઈ ફાઈ અને ડેટા કનેક્શન વગર આ રીતે જુઓ YouTube પર વીડિયોઝ

23 March, 2019 09:51 PM IST  | 

વાઈ ફાઈ અને ડેટા કનેક્શન વગર આ રીતે જુઓ YouTube પર વીડિયોઝ

ટ્રાવેલિંગ કરવા દરમિયાન આપણે કેટલીકવાર એવા સ્થળોએ જઈએ છીએ જ્યાં ઈન્ટરનેટ કનેક્શન નથી હોતા, અથવા તો સ્લો હોય છે. ત્યારે તમારા ફોનની કનેક્ટિવિટી અટકી જાય છે. આમ તો ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો ઘણી મુશ્કેલી પડે છે. જેમાંથી એક મુશ્કેલી છે YouTube વીડિયોઝ ન જોવા મળવા. જો તમને વીડિયોઝ જોવાનો શોખ છે, તો તમે આ મુશ્કેલી અનુભવી જ હશે. અહીં અમે તમારા માટે તેનો ઉકેલ લાવ્યા છીએ. આ ટ્રિકથી તમે વાઈફાઈ કે ઈન્ટરનેટ કનેક્શન વગર યુટ્યુબનો લાભ લઈ શક્શો. યુટ્યુબે આ ઓફલાઈન ફીચર 2014માં જ લૉન્ચ કર્યું હતું. જેની મદદથી યુઝર્સ વાઈફાઈ વગર કે ઈન્ટરનેટ વગર વીડિયોઝ જોઈ શકે છે.

આ રીતે વાઈફાઈ કે ઈન્ટરનેટ ડેટા વગર વાપરો યુટ્યુબ

- સૌથી પહેલા યુટ્યુબ ઓપન કરો અને તમારે જે વીડિયો જોવો હોય તે સર્ચ કરો.
- આ સમયે તમારા ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
- હવે તમારો વીડિયો ઓપન કરો અને નીચે આપેલા ડાઉનલોડ બટન પર ટેપ કરો
- જ્યારે તમે આ બટન પર ક્લિક કરશો તો તમને ક્વોલિટી અંગેનો ઓપ્શન મળશે. તમે તમારા મત મુજબ એ સિલેક્ટ કરી શકો છો.
- બાદમાં તમે લાઈબ્રેરીમાં જઈને ડાઉનલોડ પર ટેપ કરીને વીડિયો ઈન્ટરનેટ કનેક્શન વગર જોઈ શકો છો.

ધ્યાન રાખો કે આ રીતે વીડિયો તમારા મોબાઈલમાં માત્ર 30 દિવસ સુધી જ રહેશે, બાદમાં ડિલીટ થઈ જશે.

આ પણ વાંચોઃ Realme Bonanza Sale:realme 3થી Realme U1 પર મળે આટલું ડિસ્કાઉન્ટ

 તો સાથે જ યુટ્યુબે યુઝર્સ માટે ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ YouTube Music અને YouTube Premium પણ ભારતમાં લૉન્ચ કરી છે. યુટ્યુબ મ્યુઝિકની સાથે સાથે યુઝર્સ પાસે Spotify, Amazon Music, Jio Saavn, Gaana, Airtel Wynk જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

 

tech news news youtube