10ઑગસ્ટે લૉન્ચ થઇ શકે છેGalaxy Note10, 64MP કેમેરા સહિત આ બાબતો હશે ખાસ

10 June, 2019 08:19 PM IST  | 

10ઑગસ્ટે લૉન્ચ થઇ શકે છેGalaxy Note10, 64MP કેમેરા સહિત આ બાબતો હશે ખાસ

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન પ્રૉડ્યુસર કંપની સેમસંગ 10 ઑગસ્ટે પોતાનું આગામી Galaxy Note 10 સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. આ અંગેની માહિતી કોરિયન મીડિયાની એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ફોન લૉન્ચ થવામાં હજી 2 મહિના બાકી છે. આ ફોનના લૉન્ચ પહેલા જ તેની કેટલીય માહિતી લીક થઈ ગઈ છે. તાજેતરમાં જ ફોનની એક રેન્ડર તસવીર સામે આવી છે. આ સિવાય સેમસંગ ગેલેક્સી ફોલ્ડને જુલાઇમાં લોન્ચ કરવાની ચર્ચા થઇ રહી છે.

10 ઓગસ્ટના રોજ લોન્ચ થઇ શકે છે
એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી નોટ 10 માટે 10 ઑગસ્ટના એક લૉન્ચ ઇવેન્ટ રાખવામાં આવશે. જણાવીએ કે ગેલેક્સી નોટ 9ને ગયા વર્ષે 9 ઑગસ્ટના લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેનાથી જ અંદાજો લગાવવામાં આવે છે કે સેમસંગ કંપની પોતાના ટ્રેન્ડને જાળવી રાખશે. જોકે, જ્યાં સુધી કંપનીની તરફથી કોઇ અધિકારિક માહિતી નથી મળતી ત્યાં સુધી ફક્ત અનુમાન જ છે.

આ પણ વાંચો : PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ, જાણો તેની ખાસિયતો

આવા હોઇ શકે છે ગેલેક્સી નોટ 10ના ફિચર્સ
રિપોર્ટ્સ પ્રમાણે, ફોનના બે વેરિએંટ લૉન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા પ્રો વેરિએંટ હશે જે સેન્સેટિવ એજ અને ફિઝિકલ બટનલેસ હશે. બીજું ડેડિકેટેડ બીક્સબી બટન સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનની કિંમત 1100થી 1200 ડૉલર (76000 રૂપિયાથી 83000 રૂપિયા) વચ્ચે હશે તેવા અનુમાન કરવામાં આવે છે. સાઉથ કોરિયન પબ્લિકેશન પ્રમાણે, સેમસંગ બે જુદી સ્ક્રીન સાઇઝના ગેલેક્સી નોટ 10 પર કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે, મુખ્ય ગેલેક્સી નોટ 10માં 6.7 ઇન્ચનું ડિસ્પ્લે આપી શકે છે જે ગેલેક્સી એસ10 5જી જેવું જ હશે. સાથે જ એમાં એપ્લસ ગ્રેડ પેનલ પણ આપવામાં આવી શકે છે જે ગેલેક્સી s10+માં આપવામાં આવ્યા હતા. ગેલેક્સી નોટ 10નું નાનું વર્ઝન 6.4 ઇન્ચની સાથે આવશે જે ગેલેક્સી s10+ જેવું છે. સ્ક્રીન્સ સિવાય ગેલેક્સી નોટ 10માં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવે એવી આશા છે.

tech news technology news samsung