Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ, જાણો તેની ખાસિયતો

PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ, જાણો તેની ખાસિયતો

08 June, 2019 07:22 PM IST | નવી દિલ્હી

PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ, જાણો તેની ખાસિયતો

PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ

PUBG Lite ભારતમાં જલ્દી થશે લૉન્ચ


PUBGના ચાહકો માટે સારા સમાચાર છે. ગેમનું લાઈટ વર્ઝન PUBG Lite જલ્દી જ ભારતમાં પણ લૉન્ચ કરવામાં આવશે. આ લાઈટ વર્ઝનને હાલ હોંગકોંગ, તાઈવાન, બ્રાઝીલ અને બાંગ્લાદેશમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈટ વર્ઝનને ભારત જેવા મોટા બજારમાં જલ્દી જ લૉન્ચ કરવામાં આવશે, તેને તાજમહેલની તસવીર સાથે ટીઝ કરવામાં આવ્યું છે. PUBGના આધિકારીર ફેસબુક પેજ પર આ તસવીરને પોસ્ટ કરવામાં આવી છે. એની સાથે જ PUBG Lite જલ્દી જ આવી રહ્યું છે તેમ લખવામાં આવ્યું છે.

PUBG Lite તેના મેઈન પીસી વર્ઝનનું લાઈટ વર્ઝન છે. તેને તમે લોઅર એન્ડ પીસી અને લેપટોપ પર રમી શકો છો. તેની માટે વધારે જીપીયૂ વાળું પીસી નહીં જોઈએ. આ ગેમને તમે બેઝિક સિસ્ટમ પર પણ ચલાવી શકો છે.

મિનિમમ સિસ્ટમ રિક્વાયરમેન્ટ

OS: Windows 7,8,10 64Bit

CPU: Core i3 @2.4Ghz

RAM: 4GB

GPU: Intel HD 4000

HDD: 4GB

રેકમેન્ડેડ સિસ્ટમ રિક્વાયરમેન્ટ



OS: Windows 7,8,10 64Bit

CPU: Core i5 @2.8Ghz

RAM: 8GB

GPU: Nvidia GTX 660 या AMD Radeon HD 7870

HDD: 4GB

PUBG Liteની રીલિઝ માટે હાલ કોઈ આધિકારીક રીલિઝ ડેટ નથી જણાવવામાં આવી. સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહેલી અફવાઓને સાચી માનીએ તો આ મહીનાના છેલ્લા અઠવાડિયામાં તેને લૉન્ચ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ઝનને 25 જૂને લૉન્ચ કરવામાં આવી શકે છે. PUBG Lite ભારતમાં ખૂબ જ સફળ થઈ શકે છે. તેનુ મુખ્ય કારણ એ છે કે PUBG ભારતમાં ખૂબ જ રમવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ પબ્જી પાર્ટનર સાથે પ્રેમ પાંગરતાં પરિણીતાએ પતિ પાસેથી છૂટાછેડા માગ્યા

થોડા સમય પહેલા જ આવ્યું હતું  નવું વર્ઝન


મે મહિનામાં છઠ્ઠી સીઝનના અંતની સાથે સાતમી સીઝન શરૂ થઈ ગઈ હતી. અને ગેમર્સ સીઝન 7ના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પબજી મોબાઈલની સીઝન 7ની માહિતી લોન્ચ થવા પહેલા જ લીક ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 07:22 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK