Real Me સેલઃ1 રૂપિયામાં મળી રહ્યા છે ફોન, ઈયર બડ અને બેગ

01 May, 2019 05:14 PM IST  |  મુંબઈ

Real Me સેલઃ1 રૂપિયામાં મળી રહ્યા છે ફોન, ઈયર બડ અને બેગ

2થી 4 મે સુધી ચાલશે સેલ

ચીનની કંપની રિયલમી પોતાની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. આ એક વર્ષની એનિવર્સિરી નિમિત્તે કંપનીએ 2થી 4 મે સુધી એનિવર્સરી સેલ આયોજિત કર્યું છે. સેલમાં કંપની પોતાના સ્માર્ટ ફોન્સ પર ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ઓફર આપી રહી છે. રિયલ મી એનિવર્સરી સેલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ realme.com, ફ્લિપકાર્ટ, એમેઝોન અને કંપનીના ઓફલાઈન સ્ટોર પર અવેલેબલ હશે. એનિવર્સરી સેલમાં કંપની ફરી એકવાર 1રૂપિયાવાળી સુપરહિટ ડીલ પણ લાવી છે. આ સેલમાં Realme 2 Pro, Realme C1, Realme U1, Realme earbuds અને Realme Tech Backpack સામેલ છે. 1 રૂપિયાવાળી સુપરડીલ ફિસ્ટ સેલ ત્રણ દિવસ માટે છે.

3 દિવસ સુધી 1 રુપિયામાં કરો ખરીદી

1 રૂપિયાવાળી સુપરડીલ્સ ફીસ્ટમાં મિડનાઈટ બફે, હેલ્ધી બ્રેકફાસ્ટ, સમ્પ્યૂઅસ લંચ અને ફાઈન ડીનર એમ ચાર ફીસ્ટ છે. આ ડીલ્સ સેલમાં ત્રણ દિવસ રાત્રે 12 વાગે, સવારે 9 વાગે, બપોરે 12 વાગે અને રાત્રે 8 વાગે ઓપન થશે. બીજી મેના રોજ Realme Pro 2ના 10 પીસ , Realme ઈયરબડ્સના 100 પીસ અને બેકપેકના 60 પીસ સેલમાં ઉપલબ્ધ થશે. 3મેના રોજ 1 રૂપિયાવાળી ડીલ્સ અંતર્ગત Realme C1ના 20 પીસ, Realme ઈયરબડ્સના 100 પીસ અને બેકપેકના 60 પીસ સેલમાં ઉપલબ્ધ થશે. જ્યારે સેલના છેલ્લા દિવસે એટલે કે 4 મેના રોજ Realme U1ના 20 પીસ Realme ઈયરબડ્સના 100 પીસ અને બેકપેકના 60 પીસ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ Flipkart sale:માત્ર 13,990માં મળી રહ્યું છે લેપટોપ

સ્માર્ટ ફોન પર 1 હજાર રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ

આ ઉપરાંત Realmeની એનિવર્સરી સેલમાં REalme 2 Pro અને Realme U1 પર 1 હજાર રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે એક વર્ષની એક્સટેન્ડેડ વોરંટી મળશે. આ ઉપરાંત કંપની 3 મેના રોજ Realme 3નું 3GB રેમ અને 64GB સ્ટોરેજવાળું વેરિયન્ટ પણ લોન્ચ કરશે. આ વેરિયન્ટની કિંમત 9,999 રૂપિયા હશે. રિયલમી એનિવર્સરી સેલમાં જે કસ્ટર્મસ MobiKwikનો ઉપયોગ કરીને સ્માર્ટ ફોન ખરીદશે તે 15 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.

tech news amazon flipkart news