Paytm સાથે 10 કરોડની છેતરપિંડી, કર્મચારીઓ પણ સામેલ હોવાનો ખુલાસો

14 May, 2019 07:22 PM IST  |  મુંબઈ

Paytm સાથે 10 કરોડની છેતરપિંડી, કર્મચારીઓ પણ સામેલ હોવાનો ખુલાસો

Paytm સાથે 10 કરોડની છેતરપિંડી

Paytm સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

શર્માએ કહ્યું કે દીવાળી બાદ અમારી ટીમે જોયું કે કેટલાક નાના સેલર્સને કેશબેક તરીકે મોટી રકમ મળી રહી છે. અમારી ટીમના ઑડિટર્સને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરે. જે તપાસમાં સામે આવ્યું કે કેટલાક સેલર્સ જૂનિયર કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને કેશબેક કમાઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ બેસ્ટની ડિજિટલ સર્વિસ અપગ્રેડ થઈ, હવે Paytm દ્વારા બિલ ભરી શકાશે

છેતરપિંડીની આ રકમ 10 કરોડ જેવી થવા જાય છે. તેમણે કહ્યું કે જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્રવાઈ કરાશે. જેમાં અનેક સેલર્સને Paytmમાંથી ડીલિસ્ટ પણ કરવામાં આવશે. અનેક કર્મચારીઓને આ મામલે કાઢી મુકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ કથિત રીતે થર્ડ પાર્ટી વેંડર્સ સાથે મળીને ફેક ઑર્ડર પોસ્ટ કરતા હતા અને કેશબેક ઑફરના લાભ ઉઠાવતા હતા.

tech news