Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટની ડિજિટલ સર્વિસ અપગ્રેડ થઈ, હવે Paytm દ્વારા બિલ ભરી શકાશે

બેસ્ટની ડિજિટલ સર્વિસ અપગ્રેડ થઈ, હવે Paytm દ્વારા બિલ ભરી શકાશે

02 June, 2017 04:43 AM IST |

બેસ્ટની ડિજિટલ સર્વિસ અપગ્રેડ થઈ, હવે Paytm દ્વારા બિલ ભરી શકાશે

બેસ્ટની ડિજિટલ સર્વિસ અપગ્રેડ થઈ, હવે Paytm દ્વારા બિલ ભરી શકાશે


paytm

હવે બેસ્ટના ગ્રાહકોને બિલ પેમેન્ટ માટે Paytm મોબાઇલ ઍપ્લિકેશન અને વેબ ર્પોટલ paytm.com પર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગની સર્વિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. બેસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સર્વિસનો સૌપ્રથમ ઉપયોગ કરનાર ગ્રાહકને Paytmની આકર્ષક યોજનાનો લાભ મળશે.  

ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમે Paytmની સુવિધા શરૂ કરી છે એમ જણાવીને બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડીમૉનેટાઇઝેશન બાદ તરત જ Paytm પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ગુરુવારથી આ સર્વિસ કાર્યન્વિત કરવામાં આવી છે. આ અગાઉ બેસ્ટના પાસ-હોલ્ડર અને બેસ્ટનું વીજ-બિલ પોતાના નામે ધરાવતા ગ્રાહકોને વર્ષમાં એક વખત નિ:શુલ્ક બૉડી ચેક-અપની સુવિધા આપવામાં આવી રહી છે. એ માટે બેસ્ટે મુંબઈની ત્રણ હૉસ્પિટલ સાથે ટાઇ-અપ કર્યું છે. એ ઉપરાંત બેસ્ટના કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જનરલ મૅનેજર ડૉ. સુરેન્દ્રકુમાર બગડેએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં મુંબઈમાં આવેલા ૨૭ ડેપોમાં જિમ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ કન્સેપ્ટ ટૂંક સમયમાં અસ્તિત્વમાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2017 04:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK