Google ઓફિસમાં હવે રાજકારણની ચર્ચા થશે તો થશે કાર્યવાહી, બન્યો નવો નિયમ

25 August, 2019 05:56 PM IST  |  Mumbai

Google ઓફિસમાં હવે રાજકારણની ચર્ચા થશે તો થશે કાર્યવાહી, બન્યો નવો નિયમ

ગુગલ ઓફિસ

Mumbai : વિશ્વની સૌથી મોટી કંપની Google એ પોતાના કર્મચારીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે ગુગલના આ નવા નિયમ પ્રમાણે કંપનીની ઓફિસ કે ઓફિસ વિસ્તારમાં રાજકારણ કે તેને લગતી બાબત પર ચર્ચા નહીં કરી શકે. જો આમ થશે તો તેમના પર કડક કાર્યવાહી કરી શકશે. ગુગલની નવી ગાઇડલાઇન્સમાં મેનેજર અને ફોરમનું નેતૃત્વ કરનારા વ્યક્તિને કહેવાયું છે કે જો કોઇ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે.


કામને લઇને જવાબદાર, સહાયક અને વિચારશીલ બનવા ગુગલનો અનુરોધ
ગુગલને જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ પ્રમાણે કર્મચારીઓને તેમના કામને લઇને જવાબદાર, સહાયક અને વિચારશીલ બનવા માટે કહેવાયું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુગલ પર ચૂંટણીમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કંપનીએ આ પગલું ભર્યું છે. જોકે ગુગલ વિશે કહેવાય છે કે તે તેના કર્મચારીઓને પોતાના મનની વાત કહેવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે.


આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો


જાણો, Google ની નવી ગાઇડલાઇન્સ
ગુગલની નવી ગાઇડલાઇન્સ પ્રમાણે , ''પોતાના સાથી કર્મચારી સાથે સૂચના અને વિચાર શેર કરવાથી એક વધુ સારી કમ્યુનિટીનું નિર્માણ થાય છે જ્યારે રાજકારણ કે અન્ય સમાચારો પર વાદવિવાદ કરવાથી માત્ર નુકશાન થાય છે. અમારી પહેલી પ્રાથમિકતા એ છે કે કર્મચારી એ કામ કરે જેના માટે તેની ભરતી કરવામાં આવી છે. અમે નથી ઇચ્છતા કે નકામા મુદ્દાઓમાં વિવાદ કરીને તેઓ સમય બરબાદ કરે.''


નવી ગાઇડલાઇન્સ પ્રમાણે કર્મચારીઓ વચ્ચે થયેલો વાદવિવાદ અને ટિપ્પણી સાર્વજનિક થઇ જશે. તેનાથી કંપનીને જવાબદાર ઠેરવી શકાય છે અને તેનો ખોટો પ્રભાવ પડશે. ગુગલના કોઇ પણ પ્રોડક્ટ કે વેપાર વિશે ખોટા કે ભ્રામક નિવેદન આપવાથી બચો કારણ કે તેનાથી લોકોમાં ભરોસો ઓછો થઇ જાય છે.


ટ્રમ્પે પણ ગુગલ પર આરોપ લગાવ્યો હતો, જે ગુગલે નકારી દીધો હતો
અમેરિકામાં 2016 માં થયેલી રાષ્ટ્રપતિની ચુંટણીને લઇને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુગલ પર આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે લગાવેલા આરોપ પર ગુગલે આ દાવાને નકારી દીધો હતો. કંપનીના પ્રવક્તાએ કહ્યું, ''કંપનીમાંથી કાઢવામાં આવેલા કર્મચારીનું નિવેદન પાયાવિહોણું છે. અમે અમારી નીતિઓને આગળ વધારવા માટે કામ કરીએ છીએ. અમે કોઇ પણ રાજકીય પસંદગીને ધ્યાનમાં નથી રાખતા.''


આ પણ જુઓ : આ દસ કૉમ્પ્યુટર વૉલપેપર્સ જે તમને ખરેખર કરી દેશે આશ્ચર્ય ચકિત

કર્મચારીઓ દ્વારા ગુગલ પર યૌન ઉત્પીડન જેવા આરોપો લગાવાયા છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પુર્વ કર્મચારીઓ દ્રારા ગુગલ પર કામને લઇને અનેક આરોપો લગાવી રહી છે. ગુગલ પર કર્મચારીઓ દ્રારા લગાવવામાં આવેલા આરોપોમાં યૌન ઉત્પીડનનો પણ આરોપ લાગ્યો હતો. થોડા વર્ષો પહેલા ગુગલના જ એક કર્મચારીઓએ કંપની પર યૌસન ઉત્પીડન જેવી બાબત પર આરોપ લગાવી ચુક્યા છે.

technology news google san francisco