Microsoft Outlook અને Teamsની સર્વિસ ઠપ, કલાકો સુધી યૂઝર્સ થયા હેરાન, કરી ફરિયાદ

25 January, 2023 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માઇક્રોસૉફ્ટની તમામ સર્વિસ ઘણીવાર સુધી ઠપ રહી. જો કે, હવે તે રિસ્ટોર કરી લેવામાં આવી છે. માઇક્રોસૉફ્ટ આઉટલૂક કામ કરવા માંડ્યું છે. અમુક સમય સુધી અહીં મેઇલ સર્ચ કરી શકાતા નહોતા.

માઇક્રોસૉફ્ટ

Microsoftની અનેક સર્વિસ બરાબર કામ કરતી નથી. કંપનીની મેલ સર્વિસ Outlook હોય કે Teams, માઇક્રોસૉફ્ટની તમામ સર્વિસ ઘણીવાર સુધી ઠપ રહી. જો કે, હવે તે રિસ્ટોર કરી લેવામાં આવી છે. માઇક્રોસૉફ્ટ આઉટલૂક કામ કરવા માંડ્યું છે. અમુક સમય સુધી અહીં મેઇલ સર્ચ કરી શકાતા નહોતા.

તો અન્ય સર્વિસ પણ પ્રભાવિત થઇ. Downdetector પર અનેક લોકોએ ફરિયાદ કરી. Downdetector આઉટરેજ ટ્રેકિંગ વેબસાઇટ છે, જે વિશ્વની તમામ સર્વિસના આઉટેજને ટ્રેક કરે છે. Microsoft 365એ પણ આ મુશ્કેલીનો સ્વીકાર કર્યો છે અને કહ્યું કે આની તપાસ થઇ રહી છે.

લોકો કરી રહ્યા છે ફરિયાદ
Downdetector પ્રમાણે કંપનીની મેઇલ સર્વિસ આઉટલુક, માઇક્રોસૉફ્ટ ટીમ્સ, Microsoft 365, માઇક્રોસૉફ્ટ સ્ટોર, માઇક્રોસૉફ્ટની ક્લાઉડ સર્વિસ Azure પણ પ્રભાવિત છે. કંપની પ્રમાણે સર્વિસ ઠપ થવાનું કારણ નેટવર્કિંગ ઇશ્યૂ છે. તે આની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકામાં હજારો ભારતીયો થયા બેરોજગાર

માઇક્રોસૉફ્ટ 65 સ્ટેટસે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. કંપનીના આ હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે અમે માઇક્રોસૉફ્ટ 35 સર્વિસમાં આવતી મુશ્કેલીઓની તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ આ વિશે અપડેટ આપવામાં આવશે. ડાઉનડિટેક્ટર પર માઇક્રોસૉફ્ટની વિભિન્ન સર્વિસના આઉટરેજનો રિપૉર્ટ યૂઝર્સ કરી રહ્યા છે.

tech news microsoft