Mi Days અને Mi Super સેલમાં Xiaomi ફોન્સ પર મળી રહી છે ઓફર્સ

05 July, 2019 05:25 PM IST  |  મુંબઈ

Mi Days અને Mi Super સેલમાં Xiaomi ફોન્સ પર મળી રહી છે ઓફર્સ

Mi Days Sale અને Mi Super Sale એમેઝોન અને Flipkart પર શરૂ થઈ ચૂક્યો છે. આ સેલ 5 જુલાઈથી 9 જુલાઈ સુધી ચાલશે. આ સેલમાં Amazon અને Flipkart પર Xiaomiના સ્માર્ટફોન્સ પર ડીલ્સ, ડિસ્કાઉન્ટસ અને ઓફર મળશે. નીચે આપેલી ઓફર્સ ઉપરાંત Mi.com સહિત બંને ઈ કોમર્સ વેબસાઈટ પર તમે જુદી જુદી બેન્કિંગ ઓફર્સ અને ડીલ્સ મળી રહી છે. આ સેલમાં Redmi 6A, Redmi Note 5 Pro, Poco F1, Mi A2 અને Redmi Y3 પર સારી ડીલ્સ મળી રહી છે.

Mi Days, Mi Super Sale માં Xiaomi ફોન્સ પર મળી રહેલી ઓફર્સ

Xiaomi Redmi 6A ના 2GB/32GB વર્ઝન આ સેલમાં Rs 6199માં ખરીદી શકાય છે. Mi.com અને Amazon પર તેની કિંમત 6,499 રૂપિયા છે. તેની સાથે Redmi Note 5 Proના 6GB/64GB વર્ઝનની કિંમત મોડેલ ડિસ્કાઉન્ટ સાથે 11,999માં ખરીદી શકાય છે. Redmi Note 5 Pro પર ડિસ્કાઉન્ટ ત્રણેય વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Mi Days અને Mi Super Saleમાં Xiaomi Redmi Note 7 Proના 6GB/ 64GB અને 6GB/128GB વેરિયન્ટ્સ ફ્લિપકાર્ટ અને mi.com પર ઓપન સેલમાં મળી રહ્યા છે. આ ફોનના 4GB/64GB વેરિયન્ટને ફ્લેશ સેલ 12 જુલાઈએ થશે.

આ પણ વાંચોઃ સરકારની Bhim એપથી લઇને Google pay, Paytm પણ સુરક્ષિત નથી, જાણો શું છે કારણ

અન્ય ઓફર્સની વાત કરીએ તો Redmi Note 7Sને ફ્લિપ કાર્ટ અને mi.com પર 1000 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Redmi Y3ને એમેઝોન અને mi.com વેબસાઈટ પર 1000 રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ ઉપરાંત Poco F1 વેરિયન્ટ પર પણ mi.comઅને ફ્લિપકાર્ટ બંને 3 હજાર સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. Mi A2 એમેઝોન અને mi.com પર Rs 2000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Mi Days અને Mi Super સેલમાં Redmi 6, Redmi Note 6 Pro, Redmi Y2 અને Redmi Note 5 Pro પર પણ ડિસ્કાઉન્ટ પ્લાન્સ અવેલેબલ છે.

life and style tech news