Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સરકારની Bhim એપથી લઇને Google pay, Paytm પણ સુરક્ષિત નથી

સરકારની Bhim એપથી લઇને Google pay, Paytm પણ સુરક્ષિત નથી

26 June, 2019 11:24 PM IST | Mumbai

સરકારની Bhim એપથી લઇને Google pay, Paytm પણ સુરક્ષિત નથી

સરકારની Bhim એપથી લઇને Google pay, Paytm પણ સુરક્ષિત નથી


Mumbai : ભારત ડિજીટલી આગળ વધી રહ્યું છે. પરંતુ લોકો ડિજીટલ યુગને એટલી ઝડપથી સ્વિકારી નથી રહ્યા. જેને પગલે ઓન લાઇન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો નંબર અને કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ (સીવીવી) અને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) પૂછીને છેતરપિંડી કરનારાઓના નિશાને હવે ગૂગલ પે અને પેટીએમ એપ પણ આવી ગયા છે. યૂપીના જુદા જુદા જિલ્લામાં સાઈબર સેલમાં વિતેલા પાંચ મહિનામાં આવી 12 પ્રકારની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અનુસાર ફ્રોડ કરનારાઓ લાખો રૂપિયા સાફ કરી ગયા છે.

છેતરપિંડી કરનાર વ્યક્તિ યુઝરને મોબાઇનલમાં તેની એપ ડાઉનલોડ કરાવે છે
આમ સાઈબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યાનુસાર છેતરપિંડી કરનાર વ્યક્તિ સૌથી પહેલા યૂઝરના મોબાઈલમાં તેની એપ ડાઉનલોડ કરાવે છે. આ એપના માધ્યમથી તેના અકાઉન્ટને ફોન સાથે લિંક કરી દે છે અને સ્ટેપ બાય સ્ટેપ પેમેંટની પ્રોસેસ કરી લે છે. આ કામ એટલું ચાલાકીથી થાય છે કે UPI આઈડીને પેકેજ કૂપન તરીકે દર્શાવી ઠગ લોકો યૂઝર્સના ફોનમાં સેવ કરાવે છે અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. યૂઝર તેના પર વિશ્વાસ કરી પૈસા ટ્રાંસફર કરી પણ દેતા હોય છે.

Paytm
નાના ગામના લોકો આ પ્રકારની ઘટનાનો વધુ શિકાર બને છે
સાઇબર ક્રાઇમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નાના નાના ગામમાં લોકો આ પ્રકારની ઘટનાઓના શિકાર વધારે થઈ રહ્યા છે. આવા કિસ્સામાં બેન્ક પણ ગ્રાહકોની મદદ કરી શકતી નથી. હાલ તો યુપી પોલીસએ તપાસના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ રીતે છેતરપિંડી કરી એક ગ્રુપએ લખનઉની એક મહિલા પ્રોફેસરના 1 કરોડ રૂપિયા ખાતામાંથી ગાયબ કરી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 11:24 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK