આવતા મહિનાથી મળશે મેઈડ ઈન ઈન્ડિયા iPhone, કિંમતમાં થશે ઘટાડો

12 July, 2019 03:32 PM IST  |  મુંબઈ

આવતા મહિનાથી મળશે મેઈડ ઈન ઈન્ડિયા iPhone, કિંમતમાં થશે ઘટાડો

આવતા મહિનાથી મળશે મેઈડ ઈન ઈન્ડિયા iPhone

એપલના ટોપ-એન્ડ iPhones, જેને ભારતમાં Foxconnનું લોકલ યૂનિટ અસેમ્બલ કરે છે, તે આવતા મહિનાથી ભારતીય બજારોમાં આવી શકે છે. જેનાથી દુનિયાના બીજા સૌથી મોટા સ્માર્ટ ફોન બજારમાં આઈફોનની કિંમત ઓછી થશે. સૂત્રો અનુસાર ભારતમાં બનેલા iPhone XR, iPhone XS ડિવાઈસીસ ઑગસ્ટ સુધીમાં માર્કેટમાં આવી શકે છે. જો કે આ મામલે ફોક્સકોને કાંઈપણ કહેવાથી ઈન્કાર કરી દીધો છે.

ભારતમાં અસેમ્બલ થવાના કારણે એપલ પર લાગનારી આાયાતનો ટેક્સ બચી શકે છે. તેની સાથે ભારતમાં પોતાના સ્ટોર્સ ખોલવા માટેના લોકલ સોર્સિંગના નિયમો પણ એપલ પુરા કરી શકશે. એપલના ડિવાઈસીસને લાખો ભારતીયો પસંદ કરી શકે છે. પરંતુ તેની પ્રીમિયમ રેન્જના કારણે તેનું માર્કેટ સીમિત છે. આ પહેલા રૉયટર્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ફોક્સકોનની લોકલ યુનિટ તમિલનાડુમાં આઈફોન એક્સનું અસેમ્બલિંગ શરૂ કરી શકે છે.

આ પણ વાંચોઃ શું તમે જાણો છો વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓ વિશે, જુઓ તસવીરો...

ટ્રેડ વૉર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગ્લોબલ પ્લેયર્સને એક અરબથી વધારે વાયરલેસ કનેક્શન્સ આપીને સાઉથ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસથી સેમસંગ અને ઓપ્પો જેવી કંપનીઓનો ભારતમાં ખૂબ જ વિસ્તાર થયો છે.લોકલ માંગણી પુરી કરવાની સાથે એપલ જેવી કંપનીઓ ભારતને એક્સપોર્ટ હબ તરીકે પણ ઉપયોગ કરી શકે છે.

apple iphone tech news