ઇન્સ્ટાગ્રામ પર હવે નહીં શેર થાય પોસ્ટ, આવી નવી ગાઇડલાઈન્સ

12 April, 2019 07:03 PM IST  | 

ઇન્સ્ટાગ્રામ પર હવે નહીં શેર થાય પોસ્ટ, આવી નવી ગાઇડલાઈન્સ

ઇન્સ્ટાગ્રામ

હવે ફેસબુક અને વૉટ્સએપ પછી ઇન્સ્ટાગ્રામની દરેક પોસ્ટને જજ કરવામાં આવે છે અને જણાવવામાં આવસે કે પોસ્ટ કમ્યુનિટી ગાઇડલાઇન્સને તોડી રહી છે કે નહીં. આર્ટિફિશિયલ ઇંટેનિજેન્સ એલ્ગોરિદમ અને મશીન લર્નિંગની મદદથી અયોગ્ય પોસ્ટને ડિટેક્ટ કરી લેવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામમાં આવી નવી ગાઇડલાઇન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યાં ફેસબુકની બોલબાલા છે ત્યા હવે ઇન્સ્ટાગ્રામમાં પણ કમ્યુનિટી ગાઇડલાઇન્સ ફીચર જોડાવા જઈ રહ્યા છે. આ ફીચર જોડાવાથી તમારી રિકમેન્ડેશન મુજબ પોસ્ટ ડિટેક્ટ થશે. હેશટેગ સર્ચમાં પણ તમને કમ્યુનિટી ગાઇડલાઇન્સ પ્રમાણે ડિટેક્ટ કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ પોતાના આ ફીચરના એલ્ગોરિદમ પર ફરી કામ કરી રહી છે. આમાં અયોગ્ય પોસ્ટને ફિલ્ટર કરી શકાશે. સાથે જ, એ પણ માહિતી મેળવી શકાશે કે કોઈપણ પ્રકારની કમ્યુનિટી ગાઇડલાઇન્સને તોડે છે કે નહીં.

અયોગ્ય પોસ્ટને વાયરલ થતી અટકાવવા માટે લીધો નિર્ણય

ઇન્સ્ટાગ્રામે પોતાના ઑફિશિયલ બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, અમે અયોગ્ય પોસ્ટ વાયરલ થતી અટકાવવાના પગલા લઈ રહ્યા છીએ. જો કોઇ પોસ્ટ યોગ્ય નથી અને અમારા કમ્યુનિટી ગાઇડલાઇન્સને પ્રભાવિત પણ નથી કરતી છતાં તે પોસ્ટને વાયરલ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામની બધી પોસ્ટને જજ કરાય છે અને જણાવાય છે કે તે પોસ્ટ કમ્યુનિટી ગાઇડલાઇન્સને તોડે છે કે નહીં. આર્ટિફિશિયલ ઇંટેનિજેન્સ એલ્ગોરિદમ અને મશીન લર્નિંગની મદદથી અયોગ્ય પોસ્ટને ડિટેક્ટ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો : JIO યુઝર ચેતજો, એક મેસેજ હૅક કરી શકે છે તમારો ફોન

ઇન્સ્ટાગ્રામે જણાવ્યું કે જો કોઇ યૂઝર અયોગ્ય પોસ્ટ કરનાર યૂઝરને ફોલો કરે છે તો તે પોસ્ટ તેની ટાઇમલાઇન પર દેખાય છે. જો કે નવા ફીચરના જોડાવાથી આવી પોસ્ટને ડાઉનગ્રેડ કરી દેવામાં આવશે અને એક્સપ્લોરર ટેબમાં આ પોસ્ટ જોવા નહીં મળે. જો કે અત્યાર સુધી તેવી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કયા પ્રકારની પોસ્ટને અયોગ્ય પોસ્ટની કેટેગરીમાં મૂકવામાં આવશે. અત્યાર સુધી માત્ર એક જ પ્રકારની પોસ્ટ અયોગ્ય કેટેગરીમાં દેખાશે. જો કોઇ કન્ટેન્ટ કે પોસ્ટ ડેમોક્રેસીની વિરોધમાં જશે તો તેને પણ અન્ય પોસ્ટ જેવું પ્રિફરન્સ મળે છે જ્યાર સુધી તે ઇન્સ્ટાગ્રામની કમ્યુનિટી ગાઇડલાઇન્સને તોડતું નથી. નવા ફીચરના જોડાવાથી કોઇપણ પ્રકારની અયોગ્ય પોસ્ટને ફેલાવાથી અટકાવી શકાય છે.

tech news