JIO યુઝર ચેતજો, એક મેસેજ હૅક કરી શકે છે તમારો ફોન

Apr 11, 2019, 18:22 IST

જિયોએ માર્કેટમાં પોતાનું અલગ સ્થાન ઉભુ કર્યું છે. જિયોના યુઝર્સ પણ સતત વધી રહ્યા છે. અને જો તમને પણ જિયો યુઝર છો તો સાવચેત રહો. કારણ કે એક મેસેજ તમારો ફોન હૅક કરી શકે છે.

JIO યુઝર ચેતજો, એક મેસેજ હૅક કરી શકે છે તમારો ફોન

જિયોએ માર્કેટમાં પોતાનું અલગ સ્થાન ઉભુ કર્યું છે. જિયોના યુઝર્સ પણ સતત વધી રહ્યા છે. અને જો તમને પણ જિયો યુઝર છો તો સાવચેત રહો. કારણ કે એક મેસેજ તમારો ફોન હૅક કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી જિયો યુઝર્સને સતત એક મેસેજ આવી રહ્યો છે. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવ્યો હોય, તો ભૂલેચૂકે તેના પર ક્લિક ન કરતા. કારણ કે આ એક મેસેજ તમારો ફોન હૅક કરી શકે છે. આ મેસેજમાં જીયો યુઝર્સને ત્રણ મહિના સુધી મફત 25 જીબી ડેટા આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ મેસેજમાં કંઈક આવું લખાયેલું છે. બ્રેકિંગ ન્યૂઝ. રિલાયન્સ જીયો ત્રણમહિના માટે દૈનિક 25 જીબી ડેટા મફત આપી રહ્યું છે. આ જેટા મેળવવા માટે આ એપ ડાઉનલોડ કરો અને ઓફર એક્ટિવેટ કરવા માટે રજિસ્ટર કરો. જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો ભૂલેચૂકે આ જાળમાં ન ફસાતા.

capture

જો તમે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો તો તમે મુશ્કેલીમા મુકાઈ શકો છો. આ લિંક પર ક્લિક કરવાની સાથે જ તમારા ફોનમાં એક નવું પેજ ખુલશે. જેમાં એક apk લિંક મળસે. આ લિંક પર ક્લિક કરતા જ એપ ડાઉનલોડ થઈ જશે. આ એપ તમારો અંગત ડેટા ચોરી શકે છે.

આ પણ વાંચોઃ ગૂગલ પે એપની પરવાનગી પર સવાલ, RBI પાસેથી દિલ્હી કોર્ટે માગ્યો જવાબ

જીયોએ પણ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈ ઓફર કંપની નથી આપી રહી. એટલે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરશો. કારણ કે જ્યારે તમે નેટબેન્કિંગ યુઝ કરી રહ્યા હો, તો ફોનમાંથી તમારા પિન, બેન્ક અકાઉન્ટની માહિતી જેવી માહિતી ચોરી થઈ શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK