Instagram Down: ફેસબુક અને મેસેન્જર સહિત મેટાની સેવાઓ ઠપ થઈ, કંપનીએ કહી આ વાત

29 October, 2022 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે કન્ફિગરેશન ચેન્જને કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms)ની સેવાઓ એક અઠવાડિયામાં બીજી વખત ડાઉન (Meta apps down) થઈ હતી. જોકે, કંપનીએ તેને ઠીક કરી દીધું છે. મેટાએ જણાવ્યું હતું કે કંપનીએ એક સમસ્યાને ઠીક કરી છે જે યુઝર્સને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઍક્સેસ કરવાથી અટકાવી રહી હતી. આ ડાઉન સમયે ઇન્સ્ટાગ્રામ (Instagram), ફેસબુક (Facebook) અને મેસેન્જર (Messenger)ની સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ હતી. ડાઉન ડિટેક્ટર અનુસાર, આ ડાઉન આજે રાત્રે લગભગ 1 વાગ્યે જોવા મળ્યું હતું. બધું સામાન્ય થઈ જાય તે પહેલા લગભગ એક કલાક સર્વર ડાઉન હતું. નોંધનીય છે કે આ અઠવાડિયે WhatsApp લગભગ 2 કલાક માટે ડાઉન હતું.

શુક્રવારે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે કન્ફિગરેશન ચેન્જને કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટર અનુસાર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેસેન્જર પર 11,000થી વધુ યુઝર્સએ એપ્સ એક્સેસ કરવામાં, મેસેજ મોકલવામાં અને તેમના એકાઉન્ટમાં લોગઈન કરવામાં સમસ્યાઓની જાણ કરી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર અને પાકિસ્તાનમાં પણ સેવાઓ ડાઉન થઈ હોવાનો અહેવાલ છે. ડાઉન ડિટેક્ટર અનુસાર, યુકેમાં 63,930 યુઝર્સ, બ્રાઝિલમાં 4,248 અને સ્પેનમાં 26,043 લોકોએ વોટ્સએપને ડાઉન કરવાની જાણ કરી હતી.

આ પણ વાંચો: વોટ્સએપ ડાઉન થતાં નેટિઝન્સે લીધો ટ્વિટરનો આસરો; સોશિયલ મીડિયા બન્યું ‘મીમપુર’

life and style technology news instagram facebook