સાવધાન!Google Chromeનો કરો છો ઉપયોગ, તરત ડિલીટ કરો આ બ્રાઉઝર એક્સટેન્શન

22 July, 2019 07:31 PM IST  |  મુંબઈ ડેસ્ક

સાવધાન!Google Chromeનો કરો છો ઉપયોગ, તરત ડિલીટ કરો આ બ્રાઉઝર એક્સટેન્શન

ગૂગલ ક્રોમ

શું તમારો ડેટા સુરક્ષિત છે? આપણો ડેટા આજની તારીખમાં ક્યાંય પણ સુરક્ષિત નથી. આજના સમયમાં ગ્લોબલ લેવલ પર સૌથી વધુ ડેટા સિક્યોરિટીને લઇને વાતો થતી હોય છે. આખી દુનિયાની સરકારી સંસ્થાઓ ડેટા સિક્યોર કરવા માટે મોટા મોટા પગલા લે છે. શું ઇન્ટરનેટ ઑફ થિંગ્સના સમયમાં સંપૂર્ણ ડેટાને સુરક્ષિત કરવું સરળ છે?

તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ગૂગલ ક્રોમ અને ફાયરફૉક્સના એક્સટેંશનથી કેટલાય મિલિયન લોકોના ડેટા નાચો એનાલિટિક્સ (Nacha Analytics) નામની કંપનીને લીક થઈ ગયું છે. નાચો એનાલિટીક્સને મળેલ ડેટા કોઇપણ વેબસાઇટના એનાલિટીક્સ ડેટાને અનલિમિટેડ એક્સેસ આપે છે.

આ ડેટામાં છે શું?
ડેટામાં બધી જ માહિતી રહેલી હોય છે. આમાં બ્રાઉઝિંગ હિસ્ટ્રીથી લઈને ટેક્સ રિટર્ન્સ, મેડિકલ રેકૉર્ડ્સ, ક્રેડિટ કાર્ડની માહિતી, બિઝનેસ ડૉક્યુમેન્ટ્સ, પ્રેઝેન્ટેશન સ્લાઇડ્સ અને પબ્લિક ડોમેનમાં રહેલી બધી જ સેન્સિટિવ માહિતી તેમાં હોય છે. આપણે જે એક્સટેન્શન્સ બ્લૉક કરવા માટે વાપરીએ છીએ, તેને ક્રોમ અને ફાયરફૉક્સની મદદથી કન્ઝ્યૂમરનો ડેટા ચોરી કરવા માટે વાપરવામાં આવ્યું છે.

આપણા ડેટાની કિંમત શું?
એક સાઇબર સિક્યોરિટી રિસર્ચર સેમની રિપોર્ટ પ્રમાણે, ડેટા 10 ડોલરથી લઈને 50 ડૉલર રૂપિયામાં ખરીદવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે, 8 બ્રાઉઝર એક્સટેન્શન્સે પર્સનલ ડેટા લીક કર્યું છે. આ ડેટામાં વ્હીકલ આઇડેન્ટિફિકેશન, તાજેતરમાં ખરીદાયેલા વ્હીકલની ડીટેલ્સ, ખરીદનારનું નામ અને સરનામું વગેરેની માહિતી હતી.

બ્રાઉઝર એક્સટેન્શન્સ શું છે?
એક્સટેંશન આપણને કોઈપણ ફંકશનને ચલાવવા માટે અને ઇન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. ગૂગલ અને ફાયરફૉક્સે કહ્યું કે આ એક્સટેંશન્સે ડિસએબલ કરી દેવામાં આવ્યા છે અને હવે આ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી. તો શું, જે લોકો પોતાના સિસ્ટમમાં એક્સટેન્શન્સ ડાઉનલોડ કરી રહ્યા છે, તેમનો ડેટા લીક કરી શકાય છે? ના એવું નથી. તમારી માહિતી ત્યારે લીક થઈ શકે છે. જ્યારે તમે કોઇપણ એક્સટેન્શન ડાઉનલોડ ન કર્યું હોય. આ લોકો પાસેથી તમે તમારી માહિતી શેર કરો છો, કદાચ તે લોકોએ પોતાના કોમ્પ્યુટર પર એક્સટેન્શન ડાઉનલોડ કર્યું હોય, આ રીતે તમારો ડેટા પણ સુરક્ષિત રહેતો નથી. કહી શકાય કે કોઇનો પણ ડેટા સુરક્ષિત રહેતો નથી.

શું છે Nacho Analytics?
આ વેબ એનાલિટીક્સ કંપની છે, જે રિયલ ટાઇમ વેબ એનાલિટીક્સ માટે કોઇપણ વેબસાઇટને કોઇપણ અકાઉન્ટની માહિતી ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય, કંપની દરેક ડોમેન પાસેથી માસિક 49 ડૉલર લેછે. આ રકમ ટૉપ 5000 સૌથી વધુ ટ્રાફિકવાળી વેબસાઇટને મૉનિટર કરવા માટે લે છે.

આ પણ વાંચો : ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

એક્સપર્ટ્સ પ્રમાણે, કન્ઝ્યૂમર્સને પોતાની સિસ્ટમમાં રહેલા બધાં જ બ્રાઉઝર એક્સટેન્શન્સ અનઇન્સ્ટોલ અથવા ડિલીટ કરી દેવા જોઇએ.

tech news technology news