Whatsappમાં સરકારે કરી આ ફિચરની માગ, કરી શકાશે સેન્ડરને ટ્રેક

20 June, 2019 05:58 PM IST  | 

Whatsappમાં સરકારે કરી આ ફિચરની માગ, કરી શકાશે સેન્ડરને ટ્રેક

Whatsappમાં સરકારે કરી આ ફિચરની માગ

વૉટ્સએપ પર ફેક ન્યૂઝ અને ખોટી જાણકારી ભારત સરકાર માટે એક મોટા પ્રશ્નોમાંથી એક છે. પ્લેટફોર્મ પર પોપ્યુલારિટીના કારણે ખોટી જાણકારીઓ ફેલાવવી વધારે સરળ બની જાય છે. વૉટ્સએપ પર ફેલાયેલા ઘણા ખોટા સમાચારોના કારણે ભારતમાં લિંચિગના ઘણા કિસ્સા જોવા મળ્યા છે. વૉટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનના કારણે આ સેન્ડર્સને પકડવા ઘણું મુશ્કેલ થઈ જાયે છે. હવે ભારત સરકારે વૉટ્સએપ પાસેથી એક નવા ફિચરની ડિમાન્ડ કરી છે. આ ફિચરની મદદથી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને હટાવ્યા વગર મેસેજના સ્ત્રોતને ટ્રેક કરી શકાશે અને તેને શોધી શકાશે.

આ ફિચરને ડિજિટલ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. આ ફિચરની મદદથી સરકાર કોઈ પણ વ્યક્તિના વૉટ્સએપ મેસેજને ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરી શકશે. આ ફિચરની મદદથી કોઈ મેસેજ કયા યૂઝરે સૌથી પહેલા મોકલ્યો હતો તેની માહિતી મેળવી શકાશે, આ નવા ફિચર સાથે વૉટ્સએપ સરકારને ઓરિજિનલ સેન્ડરની માહિતી આપી શકાશે. આ સિવાય કેટલા લોકોએ વાચ્યું, કેટલી વાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આ મેસેજ વિશેની અન્ય માહિતી આપવામાં આવશે. સરકારે એન્ક્રિપ્શન હટાવ્યા વગર વૉટ્સએપમાં આ ફિચરને ઉમેરવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Amazon ચાલી રહેલા Vivo Carnival સેલમાં મેળવો 15,800 સુધીનું ડિસ્કાઉન્ટ

શું કહેવું છે સરકારનું ?

સરકાર અનુસાર, આ ફિચરની મદદથી તે કોઈ પણ વ્યક્તિની વૉટ્સએપ ચેટ નહી વાંચી શકે. પોલીસ કે અન્ય કાનૂની એજન્સીઓ સિવાય કોઈ પણ વ્યક્તિ પાસે આ ફિચરનું એક્સેસ હશે નહી. હાલ પોલીસ પ્રોફાઈલ પિક્ચર, ફોન નંબર, ગ્રુપ મેમ્બર્સના નામ, લોકેશન, કોન્ટેક્ટ્સ, આઈપી એડ્રેસ જેવી મેટાડાટાની માહિતીઓ પર કામ કરી રહી છે. સરકારનો દાવો છે કે, વૉટ્સઅપના મેટાડાટાની મદદથી ગુનેગારોને ટ્રેક કરવા મુશ્કેલ છે.

tech news gujarati mid-day