Google સ્ટીઝમાં ખુલાસો, આટલા લોકો કરે છે હેક કરેલા પાસવર્ડનો ઉપયોગ

16 August, 2019 08:05 PM IST  | 

Google સ્ટીઝમાં ખુલાસો, આટલા લોકો કરે છે હેક કરેલા પાસવર્ડનો ઉપયોગ

અમેરિકી ટેક કંપની ગૂગલે એક સ્ટડીમાં કેટલાક હેરાન કરનારા તથ્યો જાહેર કર્યા છે. આ સ્ટડીઝ અનુસાર ઈન્ટરનેટ યૂઝરના 1.5 ટકા સાઈન ઈનના પાસવર્ડ એવા હોય છે જે પહેલાથી જ હેક થયેલા હોય છે. ગૂગલે આ વિશે કહ્યું કે, અમે 21 મિલિયન યૂઝરનેમ અને પાસવર્ડ્સ સ્કેન કર્યા હતા જેમાંથી 3.16 લાખ યૂઝરનેમ સુરક્ષિત નથી.' કંપનીએ કહ્યું હતું કે, ડેટા બ્રીચની ચેતવણી પછી 26 ટકા યૂઝર્સના પાસવર્ડ બદલવામાં આવ્યા છે. આ નવા પાસવર્ડમાં 94 ટકા સ્ટ્રોન્ગ છે જ્યારે કેટલાક યૂઝર્સને આ વોર્નિંગને ધ્યાનમાં લીધી હતી નહી.

ગૂગલના આ સ્ટડીઝમાં કેહવામાં આવ્યું છે કે, યૂઝર્સને અલગ અલગ વેબસાઈટ માટે એક રીતના પાસવર્ડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આ પરિસ્થિતિમાં એવા યૂઝર્સની જાણકારીઓની ચોરી થવાન સંભાવના વધારે રહે છે. ઉલ્લેખનીય છે કે, યૂઝર્સ સરળતાના કારણે ઘણી વેબસાઈટના પાસવર્ડ એક જેવા જ રાખતા હોય છે. કોઈ એક પ્લેટફોર્મથી ડેટા ચોરી થાય તો આવી પરિસ્થિતિમાં આવા પાસવર્ડનો ઉપયોગ કરીને યૂઝર્સા બીજા એકાઉન્ટને પણ ટાર્ગેટ કરી શકે છે. દર વર્ષે ખરાબ પાસવર્ડનું લિસ્ટ જાહેર કર્યુ છ જેમાં આ પાસવર્ડ 12345678નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. યૂઝર્સે એક પાસવર્ડ અલગ અલગ પ્લેટફોર્મ માટે ઉપયોગ કરવા જોઈએ નહી.

આ પણ વાંચો: Samsung અને Xiaomi એ વિશ્વનો પહેલો 108MP કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો

આ સિવાય પાસવર્ડમાં સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવાથી પાસવર્ડ મજબૂત બને છે અને સમય સમય પર બદલતા રહેવું જોઈએ. ગૂગલના સ્ટડીથી સ્પષ્ટ છે કે,ભારે માત્રામાં યૂઝર્સના પાસવર્ડને લઈને આપવામાં આવતી વોર્નિંગને ઈગ્નોર કરતા હોય છે જેના કારણે હેકિંગ અને પર્સનલ માહિતી લીક થવાની ઘટના બનતી હોય છે.

tech news google gujarati mid-day