ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ 17 જૂનથી શરૂ થશે

15 June, 2019 04:30 PM IST  | 

ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ 17 જૂનથી શરૂ થશે

સેલ 17 જૂનથી શરૂ થશે

ફ્લિપકાર્ટ ફરી એકવાર પોતાનો મોબાઈલ બોનાન્ઝા સેલ લઈને આવ્યું છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ મોબાઈલ્સ બોનાન્ઝા સેલની ઘોષણા કરી દીધી છે. આ સેલ 17 જૂને શરૂ થઈ રહ્યો છે. આ સાથે જ ફ્લિપકાર્ટ કેટલીક ઓફર્સ વિશે માહિતી આપી હતી. આ સેલ 21 જૂને પૂરો થશે. જો તમે સ્માર્ટફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ તમારી માટે બેસ્ટ સમય બની શકે છે. આ સેલમાં કેટલીક સારી ડીલ્સ લઈને આવ્યું ચાલો જાણીએ આ ડીલ્સ વિશે.

-શાઓમી રેડમી 6 ફોન મોબાઈલ બોનાન્ઝા સેલમાં 7499 રુપિયામાં મળી શકશે.
-રીયલમી 3માં પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલ દરમિયાન આ ફોન 8,999 રૂપિયામાં મળશે.
-ઑનર 7s પણ આ સેલમાં ડિસ્કાઉન્ટમાં મળશે. ફ્લિપકાર્ટ પર 17 થી 21 જૂન દરમિયાન 5,499માં મળશે.
-હઑનર 9N સેલ દરમિયાન 8,999 રૂપિયામાં મળશે.
-સેમસંગ ગેલેક્ષી j6 ફોન તમે ખરીદવા માગતા હોય તો તમને આ ફોન 9,490 રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો: માત્ર 7499 રૂપિયામાં ઘરે લાવો 24 ઈંચનું સ્માર્ટ LED TV, જાણો ફીચર્સ

આ સેલમાં હમણા જ લોન્ચ થયેલો ફોન શાઓમી રેડમી 7 પણ સામેલ છે. ફ્લેશ સેલ દરમિયાન આ ફોન પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય શાઓમી ફોન poco f1 મોડલ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Poco f1 તમે 17,999ની કિમતે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ મોબાઈલ્સ બોનાન્ઝા સેલમાં પ્રિમિયમ ફોન્સ પણ સામેલ કરવામાં આવ્યા હતા. સેમસંગ 8 હવે 30,999 રુપિયાની કિમતે ખરીદી શકો છો.

tech news gujarati mid-day