Facebookનું નવું પગલું, પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી આ એપ્સ, જાણો કારણ

21 September, 2019 08:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

Facebookનું નવું પગલું, પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી આ એપ્સ, જાણો કારણ

પ્રતીકાત્મક તસવીર

ફેસબૂકે આજે જ એક મોટી જાહેરાત કરી છે. કંપનીની ઇન્વેસ્ટીગેશનના જવાબમાં ફેસબૂકે અનેક એપ્સ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. ફેસબૂક પર એપ ડેવલપર્સ અને તેની એપ્સની એક્ટિવિટીને લઈને ચાલતી તપાસ મામલે કંપનીએ આ પગલું લીધું છે. આ તપાસ માર્ચ 2018માં આવેલ કેમ્બ્રિજ એનાલિટીકા વિવાદ પછી શરૂ કરવામાં આવી. એક બ્લૉગ પોસ્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે એ જણાવ્યું કે 400 એપ ડેવલપર્સની હજારો એપ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એવું નથી કે આ બધી એપ્સથી ફેસબૂક યૂઝર્સને કોઇ હાનિ પહોંચતી હતી, કારણકે તેમાંથઈ કેટલીક હજી પણ ટ્રસ્ટિંગ ફેસમાં હતી અને યૂઝર માટે તેને રોલઆઉટ કરવામાં આવી નથી.

ફેસબૂકના Ime Archibongએ બ્લૉગ પોસ્ટમાં લખ્યું કે, કેટલીક બાબતોમાં અમે એપ્સને સંપૂર્ણપણે બૅન કરી દીધી છે. તેના અનેક કારણો હોઇ શકે છે. જેમાં ગેરકાયદે ડેટા શૅર કરવાથી લઈને ડેટાને પબ્લિકલી શૅર કરવા જેવી વગેરે બાબતો સામેલ હોઇ શકે છે. અમારી તપાસ હજી સંપૂર્ણપણે પૂરી થઈ નથી.

પોતાના પ્લેટફૉર્મ પરથી આ એપ્સ હટાવવાની સાથે સાથે કંપનીએ પોતાના બ્લૉગપોસ્ટ પર એ પણ જાહેરાત કરી છે કે તેણે કેટલીક API પણ રિમૂવ કરી છે, જે ડેવલપર્સને ફેસબૂક યૂઝર્સના ડેટાનું એક્સેસ આપી રહ્યા હતા. Archibongએ આ પણ લખ્યું કે અમે ડેવલપર્સને યૂઝર્સના ડેટાના એક્સેસ કરવા બાબતે પોતાના નિયમો વધુ કડક કર્યા છે. હવે, જે એપ્સ યૂઝર્સ પાસેથી ડેટા એક્સેસની રિક્વેસ્ટ કરશે, તેમાં એ ખબર પડી જશે કે તે કયા પ્રકારનો ડેટા ઉપયોગમાં લે છે અને તેનાથઈ યૂઝર એક્સપીરિયંસ કઈ રીતે વધું સારો થઈ શકે.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

આ સિવાય, ફેડેરલ ટ્રેડ કમીશને આ વર્ષની શરૂઆતમાં ફેસબૂક પર 5 બિલિયન ડૉલરનો ફાઇન લગાડવામાં આવ્યો હતો. આ ફાઇન કેમ્બ્રિજ એનાલિટીકા સ્કેન્ડલ અને અન્ય પ્રાઇવસીના ઉલ્લંઘનને કારણે લગાડવામાં આવ્યો હતો. ઑથૉરિટીએ ફેસબૂકના બિઝનેસ ઑપરેશન પર પણ કેટલાક નિયમો લાગૂ પાડ્યા હતા.

tech news technology news facebook social networking site