વેલેન્ટાઇન્સના અવસરે તમને મળેલો પ્રેમ પત્ર ChatGPTએ તો નથી લખ્યોને?

13 February, 2023 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૬૨% ભારતીયોએ ChatGPTને વેલેન્ટાઇન્સના અવસરે પ્રેમ પત્ર લખવાનું કહ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

હાલમાં તમને ચેટજીપીટી (ChatGPT) શબ્દ બહુ સાંભળવા મળે છે. આ અત્યારે ચર્ચાનો મોટો વિષય છે. તેનું મહત્વ રોજબરોજના જીવનમાં વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, ૬૨ ટકા ભારતીયો આ વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day) પર તેમના પ્રેમ પત્રો લખવામાં મદદ કરવા માટે AI ચેટબોટ ChatGPTનો ઉપયોગ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ આંકડો સર્વે કરાયેલા દેશોમાંથી સૌથી વધુ ભારતમાં છે. એટલું જ નહીં, ૭૩ ટકા લોકો તેમની ડેટિંગ પ્રોફાઇલ્સ અપડેટ કરવા કે બૂસ્ટ કરવા માટે AIની મદદ લઈ રહ્યાં છે.

ચેટજીપીટીએ આપણા રોજિંદા જીવનના દરેક પાસાઓમાં ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું છે. સાયબર-સિક્યોરિટી કંપની McAfeeના અહેવાલ મુજબ, સર્વેક્ષણમાં સામેલ ૭૮ ટકા ભારતીયો એઆઈ ચેટબોટ દ્વારા લખાયેલા પ્રેમ પત્ર અને માનવ દ્વારા લખાયેલા પ્રેમપત્ર વચ્ચેનો તફાવત શોધી શક્યા નથી. સર્વેક્ષણમાં ભાગ લેનાર ૬૦ ટકા ભારતીયોએ મશીન-જનરેટેડ લવ નોટ પસંદ કરી હતી.

ગૉસ્ટ-રાઇટર તરીકે AIનો ઉપયોગ કરવા માટેનું સૌથી લોકપ્રિય કારણ જે ૫૯ ટકા લોકો માને છે તે એ હતું કે તે મોકલનારન વધુ આત્મવિશ્વાસ અનુભવશે. તો ૩૨ ટકા લોકોને લાગ્યું સમયનો અભાવ અને ૨૬ ટકા લોકોએ પ્રેરણાનો અભાવ દર્શાવ્યો હતો. જ્યારે ૧૪ ટકા લોકોએ કહ્યું કે, AIની મદદથી લખેલો લેટર ઝડપી અને સરળ હશે અને એવું માનીને કે તેઓ શોધી શકશે નહીં. જ્યારે ૫૭ ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ નારાજ થશે જો તેઓ જાણશે કે તેઓને મળેલો લેટર મશીને લખ્યો છે.

આ પણ વાંચો - તો શું ChatGPT હર મર્ઝ કી દવા છે, એમ?

McAfeeના ચીફ ટૅક્નોલોજી ઓફિસર સ્ટિવ ગ્રોબમેને કહ્યું કે, વેલેન્ટાઇન્સ ડે નજીક છે ત્યારે જાગ્રત રહેવું અને સિક્યોરિટી સોલ્યુશનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. જે તમારી પ્રાઇવસી અને ઓળખને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે. તેમજ સ્કેમ હોય તેવી લિંક પર ક્લિક કરવાથી પણ તમારી રક્ષા કરી શકશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખાસ કરીને ChatGPT જેવા ટૂલ્સ કે જેને વેબ બ્રાઉઝર ધરાવનાર કોઈપણ વ્યક્તિ એક્સેસ કરી શકે તેની લોકપ્રિયતા વધવા સાથે, મશીન દ્વારા જનરેટેડ માહિતી મેળવવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે ૭૬ ટકા લોકોએ કૅટફિશ્ડ હોવાની કબુલાત કરી છે. કૅટફિશ્ડ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કોઈક હોવાનો ડોળ કરે છે અને ત્યારે તે ઓનલાઈન નથી અથવા તો એવા કોઈક વ્યક્તિને ઓળખે છે.

આ પણ વાંચો - આ Chat GPT કઈ બલાનું નામ છે?

સર્વેક્ષણમાં ભાગ લેનાર લોકોમાંથી ૮૯ ટકા લોકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ડાયરેક્ટ અજાણ્યા લોકો સાથે વાતચીત કરી છે.

life and style tech news technology news