ચૅટજીપીટીએ આપી નવી રેસિપી

12 February, 2023 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅટજીપીટીને કારણે દુનિયાભરમાં લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એના ફ્યુચર વિશે ચર્ચા કરી રહ્યા છે.

ચૅટજીપીટીએ આપી નવી રેસિપી

ચૅટજીપીટીને કારણે દુનિયાભરમાં લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એના ફ્યુચર વિશે ચર્ચા કરી રહ્યા છે. onlyshubhamjoshi નામના એક ‌ઇન્સ્ટાગ્રામ યુઝરે આ એઆઇ ચૅટબોટની સૂચના મુજબ એક ડિશ તૈયાર કરી છે. તેણે એનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં એક યંગસ્ટર એક ફૂડ ડિશ માણતો જોવા મળ્યો હતો અને સાથે જ તેણે એને કેવી રીતે પ્રિપેર કરી હતી એ પણ બતાવ્યું હતું. આ વિડિયોમાં તે એમ કહેતો જોવા મળ્યો હતો કે ‘આ ડિશ મેં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી છે. ચૅટજીપીટી નામના આ ટૂલને મેં પૂછ્યું હતું કે મારી પાસે બટાટા, ટમેટાં, ડુંગળી, બ્રેડ, ચીઝ, દૂધ અને મસાલા છે. તો એમાંથી હું શું બનાવી શકું? ચૅટજીપીટીનો જવાબ આવ્યો, ‘હું આ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી એક ડિશ બનાવી શકું છું, જેનું નામ છે ‘ચીઝી પટેટો ઍન્ડ વેજિટેરિયન કેક.’ એ પછી આ ચૅટજીપીટી જેમ-જેમ સૂચના આપતું રહ્યું એમ હું કરતો રહ્યો હતો. એક શાનદાર થાળ સજાવી દીધો. એ પછી એને અવનમાં અડધા કલાક માટે બેક થવા માટે મૂકી અને ડિશ થઈ ગઈ તૈયાર.’

offbeat news gujarati mid-day