દિવાળી માટે કરી રહ્યા છો ઑનલાઇન શૉપિંગ, તો આટલું રાખો ધ્યાન

25 October, 2019 08:49 PM IST  |  મુંબઈ ડેસ્ક

દિવાળી માટે કરી રહ્યા છો ઑનલાઇન શૉપિંગ, તો આટલું રાખો ધ્યાન

તહેવારની સીઝનમાં લોકો વધારે ખરીદી કરતાં હોય થે પોતાના મિત્રો માટે તો કોઇક સંબંધીઓ માટે કોઇક ગિફ્ટ તો કંઇક સામાન આપવાનું હોય છે. આજે ધનતેરસ છે અને દિવાળી આવી રહી છે તો લોકો ઑનલાઇન શૉપિંગ માટે પણ તૈયારી કરતાં હશે. તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને ઘણી બધી ઇ-કૉમર્સ વેબસાઈટ મોટા ડિસ્કાઉન્ટની સાથે કેશબૅક ઑફર પણ આપવાનું શરૂ કરે છે. એવા સમયમાં જ્યારે વધારે લોકો ઑનલાઇન શૉપિંગ કરે છે તો આ વેપારમાં ફ્રોડની શક્યતા વધી જાય છે. લોકો આવા અવસરોની શોધમાં હોય છે. જ્યારે ઇ-કૉમર્સ વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય. જો તમે પણ આ ધનતેરસ દિવાળીમાં ઑનલાઇન શૉપિંગ કરો છો તો આ બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી છે.

પેમેન્ટ વખતે રહો સાવધાન
ફ્રોડ કરનારા લોકો આ દિવસોમાં કાર્ડ ડિટેલ્સ જાણવા માટે નવી નવી રીતો અપનાવે છે. તેથી જો તમે પણ તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમારું પાસવર્ડ ખૂબ જ સ્ટ્રોન્ગ રાો, તમારા પાસવર્ડમાં અપરકેસ, લોઅરકેસ લેટર્સ, પ્રતીક અને સંખ્યાઓ બધું જોડીને એક સ્ટ્રોન્ગ પાસવર્ડ વાપરો.

રેન્ડમ લિન્ક
રેન્ડમ લિન્ક પર ક્લિક કરવાથી બચો, ખાસ કરીને અજાણ્યા મેસેજ અને અટેચમેન્ટ પર ક્લિક ન કરવું.

સ્કિમિંગ
સ્કિમિંગ દગો કરવા માટેની એક રીત છે. જેમાં એટીએમ મશીન પર કાર્ડ રીડર સ્લૉટમાં સ્કિમર નામનું એક ડેટા સ્કિમિંગ મશીન લગાડી દેવામાં આવે છે. એવામાં કાર્ડ સ્વાઇપ કરવાથી તેની સાથે જોડાયેલી માહિતી કૉપી થઈ જાય છે. એટીએમ મશીનનો ઉપયોગ કરવાથી પહેલા સ્કિમરનું ધ્યાન રાખવું જરૂરી છે.

કીપેડ વાપરતી વખતે રાખો ધ્યાન
કોઇપણ લેવડદેવડ કરતી વખતે કીપેડનો ઉપયોગ યોગ્ય રીતે અને ધ્યાનથી કરવો જેથી તમારી પાછળ ઊભા રહેલા વ્યક્તિને તમારું એટીએમ પિન ખબર ન પડી જાય. જો તમારું કાર્ડ ફસાઈ જાય તો કોઇપણ અજાણ્યાની મદદ માગવી નહીં.

આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

વાયફાયનો ઉપયોગ ન કરવો
નાણાંકીય લેવડદેવડ કરવા માટે કોઇપણ સાર્વજનિક વાયફાયનો ઉપયોગ ન કરવો. આ સૌથી સામાન્ય રીત છે જેમાં ચોર તમારા કાર્ડની ડિટેલ્સ ચોરી કરી શકે છે.

tech news technology news