શું તમે પણ વાપરો છો આ Passwords, તો થઈ જાઓ સાવધાન

04 November, 2019 02:41 PM IST  |  મુંબઈ ડેસ્ક

શું તમે પણ વાપરો છો આ Passwords, તો થઈ જાઓ સાવધાન

સાઇબર ક્રિમિનલ્સ કોઈપણ યૂઝરનો ડેટા હેક કરવા માટે સૌથી પહેલા પાસવર્ડ પર અટેક કરે છે. હેકર્સ યૂઝરનું પાસવર્ડ હેક કરીને તેની ડિટેલ્સ ચોરી કરે છે તેનો ગેરઉપયોગ કરી શકે છે. ઘણીવાર યૂઝર્સના પાસવર્ડ હેક કરવા ખૂબ જ સરળ હોય છે. આવું એટલા માટે થાય થે કારણ કે લોકો પોતાના પાસવર્ડ પ્રત્યે ખૂબજ લાપરવાહ હોય છે. સાઇબર સિક્યોરિટૂ ફર્મ ImmuniWebની એક લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે વિશ્વની 500 સારી કંપનીઓના લગભગ 21 મિલિયન એટલે કે 2.10 કરોડ અકાઉન્ટ્સમાંથી લગભગ 1.6 કરોડ અકાઉન્ટ્સ પર ગયા એક વર્ષ દરમિયાન સેંધમારીના પ્રયત્ન કરવામાં આવ્યા.

રિસર્ચ ફર્મની રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2.10 કરોડ અકાઉન્ટ્સમાંથી 49 લાખ અકાઉન્ટના પાસવર્ડ યૂનિક હતા. એનો અર્થ છે કે તેને હેક કરવું સરળ નહોતું. તો, બીજી તરફ અકાઉન્ટ્સના પાસવર્ડ એવા હતાં જેને હૅક કરવા ખૂબ જ સરળ હતાં. જેમાં 32 પાસવર્ડ એવા હતાં જેને સરળતાથી હૅક કરી શકાતાં હતા. અહીં અમે તમને એવા જ 32 પાસવર્ડ્સની લિસ્ટ આપી રહ્યા છીએ.

આ છે તે 32 પાસવર્ડ: જેમાં 000000, 111111, 112233, 123456, 12345678, 123456789, 1qaz2wsx, 3154061, 456a33, 66936455, 789_234, aaaaaa, abc123, career121, carrier, comdy, cheer!, cheesy, Exigent, old123ma, opensesame, pass1, passer, passw0rd, password, password1, penispenis, snowman, !qaz1qaz, soccer1, student અને welcome સામેલ છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

પોતાના અકાઉન્ટના પાસવર્ડ બનાવતી વખતે કોઇપણ એક પછી એક આવતાં નંબર કે અક્ષર ન રાખવા. આ ખૂબ જ સરળ થઈ શકે છે. પાસવર્ડને હંમેશા અલ્ફા ન્યૂમેરિક કેરેક્ટરમાં જ બનાવવું. સાથે જ સ્પેશિયલ કેરેક્ટરનો પણ ઉપયોગ કરવો. ધ્યાન રાખવું કે જો તમે એક સામાન્ય પાસવર્ડ બનાવો છો તો તમારા અકાઉન્ટ હેક કરવાનો ખતરો 200 ગણું વધી જાય છે.

tech news technology news