ભારતમાં બનેલા Iphoneનું ઓગસ્ટમાં શરૂ થઈ શકે વેચાણ, કિંમતમાં થશે ઘટાડો

13 July, 2019 09:30 PM IST  | 

ભારતમાં બનેલા Iphoneનું ઓગસ્ટમાં શરૂ થઈ શકે વેચાણ, કિંમતમાં થશે ઘટાડો

ભારતમાં બનેલા Iphoneનું ઓગસ્ટમાં શરૂ થઈ શકે વેચાણ

 દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની એપલે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં જ આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. જો કે અત્યાર સુધી ભારતમાં બનેલા આઈફોન માર્કેટમાં અવેલેબલ હતા નહી. ભારતીય એપલ યૂઝર્સે હવે ભારતમાં બનેલા આઈફોન માટે વધારે રાહ જોવી પડશે નહી. એક રિપોર્ટ અનુસાર એપલ ઓગસ્ટથી ભારતીય માર્કેટમાં આ ફોન લાવી શકે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સે ગુરૂવારે આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો હતો.

આ રિપોર્ટ અનુસાર એપલના આ ફોન માર્કેટમાં લોન્ચ કરતાં પહેલાં કંપનીને કેન્દ્રમાંથી કેટલીક મંજુરી મેળવવાની બાકી છે. પરંતુ આશા છે કે, આઈફોન XR અને XS ઓગસ્ટ મહિનામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. ફોક્સકૉન કંપની એપલ માટે ભારતમાં નવા આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. ભારતમાં આઈફોન XRની પ્રારંભિક કિંમત અંદાજે રૂપિયા 56 હજારની આસપાસ જ્યારે XSની કિંમત અંદાજે 1 લાખ હોઈ શકે છે.

ભારતમાં આઈફોન બનવાના કારણે કંપનીના કોસ્ટિંગમાં ઘટાડો થશે જેનો ફાયદો યૂઝર્સની સાથે સાથે કંપનીને પણ થશે. હાલ આઈફોન મોંઘા હોવાથી ભારતમાં એપલનું માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા છે જે આવનારા સમયમાં વધી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભારતમાં આઈફોન માત્ર ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવતા હતા. આ ફોનની આયાત પર 20 ટકા આયાત ડ્યુટી લગાવવામાં હતી. જેના કારણે ફોનની મૂળ કિંમત વધી જતા તેનું ભારતમાં માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા જ હતું.

આ પણ વાંચો: Instagram નું આ ફિચર હવે Facebook માં પણ જોવા મળશે

ભારતમાં આઈફોન બનવાના કારણે કંપનીનો આયાત ખર્ચ બચી જશે. જેના પગલે ફોનની કિંમતમાં પણ ઘટાડો થશે. ઓછી કિંમતમાં મળતો આઈફોન ભારતના યૂઝર્સેને આકર્ષી શકે છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં એપલનાં ડિવાઈસ લોકોને ખૂબ પસંદ છે, પરંતુ કિંમત વધુ હોવાના કારણે દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી. જેના પગલે માર્કેટમાં તેની ભાગીદારી ઓછી રહે છે. એપલ પહેલાથી જ તેના સસ્તા મોડલ SE અને 6S અને આઈફોન 7 એસેમ્બલિંગનું કામ ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે.

apple iphone gujarati mid-day tech news