બદલાઈ જશે Apple iPhoneનો લોગો, આવી હશે નવી ડિઝાઈન

02 October, 2019 01:04 PM IST  |  મુંબઈ

બદલાઈ જશે Apple iPhoneનો લોગો, આવી હશે નવી ડિઝાઈન

એપલનો લોગો બદલાશે..

એપલે આંતરરાષ્ટ્રીય બજાર સહિત ભારતમાં પણ પોતાનો iPhone 11, iPhone 11 pro અને iPhone 11 pro max લૉન્ચ કરી દીધા છે. જેમાં પહેલાના ડિવાઈસની તુલનામાં અલગ ફીચર્સ અને ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે iPhone સીરિઝમાં કંપનીએ સ્ટાન્ડર્ડ લોગોનો ઉપયોગ કર્યો છે. ત્યાં જ અહેવાલ છે કે આવનારા iPhoneમાં યૂઝર્સને નવો લોકો જોવા મળી શકે છે. નવા લોગોમાં LED નોટિફિકેશન લાઈટ આપવામાં આવી શકે છે.

એપલ દર વર્ષે પોતાના ડિવાઈસમાં કોઈને કોઈ રીતે ફેરફાર કરે છે અને આવો જ બદલાવ તમને એપલની આગામી સીરિઝમાં પણ જોવા મળી શકે છે. AppleInsiderના રિપોર્ટ અનુસાર એપલે હાલમાં જ એક પેટન્ટ ફાઈલ કરી છે જે iPhoneના લોગો માટે છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવા લોકોમાં એલઈડી નોટિફિકેશન લાઈટ હોય શકે છે.

રિપોર્ટમાં આપેલી જાણકારી અનુસાર કંપની અડજસ્ટેબલ ડેકોરેશન પર કામ કરી રહી છે, જેના પ્રમાણે બેક પેનલમાં વધુ એક લેયરનો ઉપયોગ કરવામાં આવશે. જેની મદદથી યૂઝર્સ આઈફોનના સોફ્ટવેરને કંટ્રોલ કરી શકશે. પેટન્ટ અનુસાર iPhoneમાં સ્ટાન્ડર્ડ લોગોના બદલે ડાયનેમિક લોગોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જે કૉલ કે નોટિફિકેશન આવવા પર ગ્લો કરશે. આ ફીચર એપલ મેકબુકમાં પણ જોવા મળી શકે છે.

આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

કંપની ગ્લોઈંગ લોકોનો ઉપયોગ મેકબુક 2016માં કરતી હતી પરંતુ બાદમાં તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો. હવે આશા છે કે આવનારા iPhoneની સાથે જ મેકબુકમાં ગ્લોઈંગ લોકો જોવા મળશે. જો કે કંપનીએ આધિકારીક રીતે કોઈ જાણકારી નથી આપી.

apple iphone tech news