Appleએ બંધ કર્યા iPhone 6s Plus સહિત આ ચાર મોડેલ

16 July, 2019 08:35 PM IST  | 

Appleએ બંધ કર્યા iPhone 6s Plus સહિત આ ચાર મોડેલ

Appleએ બંધ કર્યા ચાર બેઝિક મોડલ

જો તમે iPhoneના જૂના મૉડલ લાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. Apple એ ભારતમાં પોતાના સસ્તા આઇફોન મોડલ્સને બંધ કરી દીધા છે. આ બંધ થયેલા ફોનના લિસ્ટમાં iPhone SE, iPhone 6, iPhone 6 Plus અને iPhone 6s Plus સામેલ છે. એપલના આ ફોન હવે ભારતીય માર્કેટમાં વેંચાતા જોવા મળશે નહીં, એવામાં કંપની પોતાના એન્ટ્રી લેવલ આઇફોનનું વેંચાણ પણ બંધ કરી રહી છે

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીના એક વ્યક્તિએ કહ્યું હતું કે, ભારતીય માર્કેટમાં આ ચારેય આઇફોનનો સપ્લાય ગત મહિને જ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે iPhone 6s હજુ પણ 29,500 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. જ્યારે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન એટલે કે આઇફોન SE પહેલા 21000 22000 રૂપિયામાં વેચાતો હતો. જે હવે ભારતીય માર્કેટમાં જોવા મળશે નહી. ઉલ્લેખનીય છે કે આ ચારેય મોડલ હાલ અમેઝોન, ફ્લિપકાર્ટ પર આઉટ ઓફ સ્ટોક જઈ રહ્યાં છે.

Apple કંપની આ વર્ષે તેનો iOS 13ની સાથે નવો આઇફોન લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. માનવમાં આવી રહ્યું છે કે, ios 13માં હિંદી સહિત 22 ભારતીય ભાષાઓનો સપોર્ટ પણ મળશે. આ પહેલા સમાચાર મળ્યા હતા કે iOS 13 દરેક એપલ ડિવાઇસ પર સપોર્ટ કરશે નહીં. લાગી રહ્યું છે કે, Apple તેના બધા જ ફોન ios 13 સાથે અપડેટેડ જોગા માગે છે જેને ધ્યાનમાં લઈને કંપનીના iPhone 6, iPhone 6 Plus, iPhone SE, iPhone 5s, મોડલ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

apple iphone gujarati mid-day