સ્માર્ટફોનનું વળગણ નોતરી શકે છે આવી બીમારીઓ! રહો સાવધાન

05 October, 2019 01:05 PM IST  |  મુંબઈ

સ્માર્ટફોનનું વળગણ નોતરી શકે છે આવી બીમારીઓ! રહો સાવધાન

સ્માર્ટફોન નોતરી શકે છે અનેક બીમારીઓ(પ્રતિકાત્મક તસવીર)

જ્યારથી આપણા જીવનમાં સ્માર્ટફોન આવ્યો છે ત્યારથી જીવન બદલાઈ ગયું છે. તેમાં કોઈ શક નથી કે સ્માર્ટફોને તમારા દરેક કામને સરળ બનાવ્યું છે. તે તમારી રોજબરોજની અનેક જરૂરને પુરી કરે છે. ઈન્ટરનેટ પર કાંઈ સર્ચ કરવું હોય, ફોટો કે વીડિયો લેવો હોય કે સોશિયલ મીડિયા પર જોડાવું હોય. એવું કદાચ જ કોઈ કામ હોય કે જે તમારો સ્માર્ટફોન નથી કરી શકતો. જો કે જેમ દરેક વસ્તુનો ફાયદો હોય તેમ નુકસાન પણ હોય છે, એવી જ રીતે સ્માર્ટફોનના પણ નુકસાન છે.

તમારો સ્માર્ટફોન ભલે તમારા અનેક કામ કરતો હોય પરંતુ તે તમને બીમાર પાડી શકે છે. શું તમે જાણો છો કે સ્માર્ટફોન લોકોને સતત બીમાર પાડી રહ્યો છે. તો તમે આખો દિવસ સ્માર્ટ ફોનમાં વ્યસ્ત રહો છો તો જરા બચીને રહો, તમે બીમાર પડી શકો છો. ચાલો તમને જણાવીએ કે સ્માર્ટફોન તમને કઈ-કઈ બીમારીઓની ભેટ આપી રહ્યો છે.

આંખો વગર કાંઈ જ નહીં
આખો દિવસ સ્માર્ટફોનની સ્ક્રીન પર જોતા રહેવાથી આંખો પર ખરાબ અસર પડે છે. એક રિસર્ચ પ્રમાણે, 8 કલાક કરતા વધારે સમય માટે ફોન વાપરવાથી આંખો પર ખરાબ અસર પડે છે.

પીઠમાં દર્દ
વધારે સમય સુધી ફોન વાપરવાથી તમારી ગરદન ઝુકેલી રહે છે, જેનાથી શરીરનું બેલેન્સ બગડી જાય છે. તમે માનો કે ન માનો, તેનો સીધો અસર તમારી પીઠ પર પડે છે. વધારે સમય સુધી ગર્દન ઝુકાવીને રાખવાથી પીઠ પર ખરાબ અસર થાય છે. અને બની શકે કે, એ દર્દ જીવનભર તમારો સાથ ન છોડે.

સ્ટ્રેસનું નવું કારણ
ફોન તમારા જીવન સાથે એવી રીતે જોડાયેલો છે કે, તમે તણાવનો પણ શિકાર બની શકો છો. સતત મેસેજ આવવા, એક તરફ તમારા મિત્રોનું દરેક વીકેન્ડ ફરવા જવું અને તમારું ઘર કે ઑફિસમાં ફસાયેલું રહેવું તમને તણાવ આપી શકે છે.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

હ્રદય પર અસર
ફોનમાંથી જે રેડિએશન નીકળે છે, તે સીધા હ્રદય પર અસર કરે છે. હ્રદયની બીમારીઓ સતત વધે છે તેનું કારણ ફોન પણ છે. એક રિસર્ચ અનુસાર, ફોનને ક્યારેય શર્ટના ઉપરના ખિસ્સામાં ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી હાર્ટ અટેકની સંભાવના રહે છે.

tech news health tips