7 કરોડ યૂઝર્સના મોબાઈલ નંબર થઈ શકે છે બંધ, TRAIએ જાહેર કરી ડેડલાઈન

20 October, 2019 12:59 PM IST  |  મુંબઈ

7 કરોડ યૂઝર્સના મોબાઈલ નંબર થઈ શકે છે બંધ, TRAIએ જાહેર કરી ડેડલાઈન

આ યૂઝર્સના નંબર નવેમ્બરથી થઈ શકે છે બંધ!

દેશના 7 કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાનો ખતરો છે. TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ આ મોબાઈલ યૂઝર્સને પોતાના નંબર પોર્ટ કરાવવા માટેની ડેડલાઈન આપી દીધી છે. આ 7 કરોડ યૂઝર્સે પોતાનો નંબર 31 ઑક્ટોબર સુધીમાં પોર્ટ કરાવવો પડશે, જો તેઓ એવું નહીં કરે તો તેમનો નંબર હંમેશા માટે બંધ થઈ જશે. આ મામલો 2018માં બંધ થયે લી કંપની એરસેલ સાથે જોડાયેલો છે. 2018માં, રિલાયન્સ જિયો અને અન્ય ટેલિકૉમ કંપનીઓથી મળી રહેલા પડકારો બાદ એરસેલે પોતાની વાયરલેસ સર્વિસ બંધ કરી દીધી હતી.

આ છે મામલો
ફેબ્રુઆરી 2018માં એરસેલે પોતાની સર્વિસ સાવ બંધ કરી દીધી હતી. એ સમયે કંપનીના 9 કરોડ યૂઝર્સ હતા. એ સમયે TRAIએ એરસેલને યુનિક પૉર્ટિંગ કોડ આપવાનું કહ્યું હતું જેથી યૂઝર્સ તેમનો નંબર પૉર્ટ કરાવી શકે. 9 કરોડમાંથી 2 કરોડ યૂઝર્સે તેમના નંબર પૉર્ટ કરાવી લીધા હતા. પરંતુ 7 કરોડ યૂઝર્સ હજી પણ એવા છે કે જેમણે નંબર પૉર્ટ નથી કરાવ્યો. આવા યૂઝર્સ માટે TRAIએ 31 ઑક્ટોબર 2019 સુધીની ડેડલાઈન આપી છે. જેમાં એરટેલ ડિશનેટના ગ્રાહકોનો સમાવેશ થાય છે.

આ પણ જુઓઃ 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

આવી રીતે કરાવો પૉર્ટ
ફેબ્રુઆરીમાં જ્યારે એરસેલ બંધ થયું ત્યારે તેણે પોતાના યૂઝર્સને વેબસાઈટના માધ્યમથી નંબર પૉર્ટ કરવાનું કહ્યું હતું. જો કે હવે તે વેબસાઈટ કામ નથી કરતી. એવામાં યૂઝર્સે મેન્યુઅલી પોતાનો નંબર પૉર્ટ કરાવવો પડશે. જેના માટે UPC જનરેટ કરવો પડશે. જેના માટે યૂઝર્સે મેસેજ બૉક્સમાં જઈને PORT અને પોતાના મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. જે બાદ તેને 1900 પર સેન્ડ કરશો એટલે તમને UPC કોડ આવશે. જેની મદદથી તમે નંબરને પૉર્ટ કરાવી શકો છો. યાદ રહે કે તેની ડેડલાઈન 31 ઑક્ટોબર રાખવામાં આવી છે.

tech news