તમારા સ્માર્ટફોનથી થયેલો એક WhatsApp કૉલ ઉડાડી દેશે તમારો તમામ ડેટા

15 May, 2019 04:48 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

તમારા સ્માર્ટફોનથી થયેલો એક WhatsApp કૉલ ઉડાડી દેશે તમારો તમામ ડેટા

તમારા સ્માર્ટફોનથી થયેલો એક WhatsApp કૉલ ઉડાડી દેશે તમારો તમામ ડેટા

તમે છેલ્લે ક્યારે તમારા સ્માર્ટફોનનું WhatsApp અપડેટ કર્યું હતું? જો લાંબા સમયથી ન કર્યું હોય તો, કરવું પડશે. કારણ કે WhatsAppએ પોતાના પ્લેટફોર્મમાં એક બગ જોયું છે. આ બગ તમારા ફોનમાં એક WhatsApp કૉલના માધ્યમથી સ્પાયવેર ઈન્સ્ટોલ કરવાની પરવાનગી આપી છે. એનો મતલબ એવો છે કે સ્માર્ટફોનથી થયેલો એક કૉલ, ભલે તમે એ કૉલને રીસિવ ન કરો, તમારા ફોનનો તમામ ડેટા, કૉલ-લોગ્સ, ઈમેઈસ, મેસેજીસ, ફોટોસ વગેરે ઈઝરાયલની સાઈબ ઈંટેલિજંસ કંપની, NSOની ચપેટમાં આવી શકે છે.

Financial Timesના એક રિપોર્ટ અનુસાર, NSOએ ડેવલપ કરેલા કોડને તમારા સ્માર્ટફોન પર ટ્રાંસમિટ કરી શકાય છે. એવું ત્યારે પણ કરી શકાય છે, જ્યારે તમે કૉલ રિસીવ પણ ન કરો. બની શકે છે કે આ કૉલ તમારા WhatsAppના કૉલ-લોગમાં દેખાય પણ નહીં. તેનો મતલબ એવો છે કે એવો કોઈ રસ્તો નથી કે જેનાથી તમને ખબર પડે કે તમને કોઈ એવો કૉલ આવ્યો પણ છે કે નહીં

WhatsAppના ક્યા વર્ઝન થયા છે પ્રભાવિત
આમાં WhatsApp Android v2.19.134 અને તેની પહેલાના વર્ઝન WhatsApp Business Android v2.19.44 અને તેની પહેલાના વર્ઝન, WhatsApp iOS v2.19.51 અને તેની પહેલાના વર્ઝન, WhatsApp Business iOS v2.19.51 અને તેની પહેલાના વર્ઝન, WhatsApp Windows v2.18.348  અને તેની પહેલાના વર્ઝન, WhatsApp Tizen v2.18.15 અને તેની પહેલાના વર્ઝન પણ સામેલ છે.

આ પણ વાંચોઃ વોટ્સઍપ લઈને આવ્યું આ અમેઝિંગ ફિચર

તરત કરો પોતાનું WhatsApp અપડેટ
જો તમે આ બગથી તમારા WhatsAppને સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે WhatsApp અપડેટ કરવું પડશે. WhatsAppએ તેના માટે અપડેટ આપી છે. અને WhatsApp યૂઝર્સને એપ્લિકેશન અપડેટ કરવાનું કહી રહ્યું છે.

tech news