બસ, વ્યુઝ સે મતલબ

22 October, 2021 03:28 PM IST  |  Mumbai | Harsh Desai

ઇન્સ્ટાગ્રામે હાલમાં જ એક નવું ફીચર શરૂ કર્યું છે જે કોલૅબ છે. એની મદદથી પોતાના કન્ટેન્ટની માલિકી અન્ય વ્યક્તિને આપીને વ્યુઝ વધારી શકાય છે. એ તમારા વ્યુઝ કઈ રીતે વધારે છે એ જાણો

ઇન્સ્ટાગ્રામના આ ફીચર્સનો ઉપયોગ ફક્ત ફાઇનલ કન્ટેન્ટ બાદ જ કરી શકાય છે.

ઇન્સ્ટાગ્રામે હાલમાં જ એક નવું ફીચર શરૂ કર્યું છે જે કોલૅબ છે. એની મદદથી પોતાના કન્ટેન્ટની માલિકી અન્ય વ્યક્તિને આપીને વ્યુઝ વધારી શકાય છે. એ તમારા વ્યુઝ કઈ રીતે વધારે છે એ જાણો

ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક નવું ફીચર કોલૅબરેશન શરૂ કરવામાં આવ્યું છે જેની મદદથી વ્યુઝને વધારી શકાય છે. ઇન્સ્ટાગ્રામ એના યુઝર્સ કેવી રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એ માટે સતત કામ કરી રહ્યું છે અને એ દિશામાં આ એક પગલું છે. આ ફીચરની મદદથી યુઝર્સ જે પણ વિડિયો અથવા તો ફોટો પોસ્ટ કરે એના રાઇટ્સ અન્ય યુઝરને આપી શકે છે. આ યુઝરને રાઇટ્સ આપવાથી એ વિડિયો

અથવા તો ફોટો બન્ને યુઝર્સની પ્રોફાઇલમાં દેખાશે અને એમાં મળતી લાઇક્સ અને વ્યુઝ બન્નેમાં કાઉન્ટ થશે. આ ફીચર ઇન્ફ્લુએન્સર અને બ્લૉગર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જ આર્ટિસ્ટ, ડેવલપર્સ અને માર્કેટર્સ માટે પણ એ ઉપયોગી બની શકે છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

આ માટે કોઈ પણ વિડિયો અથવા તો ફોટો પોસ્ટ કરવો પડશે. પોસ્ટના ઑપ્શન બાદ ફોટોને એડિટ કર્યા પછી કૅપ્શનના સેક્શન નીચે ટૅગ પીપલનો ઑપ્શન આવશે. આ ઑપ્શનમાં ગયા બાદ ત્યાં ઇન્વાઇટ કોલૅબરેટર ઑપ્શન હશે. એના પર ક્લિક કરીને જે-તે યુઝર્સ અથવા તો કંપનીની પ્રોફાઇલને ઇન્વાઇટ કરી શકાય છે. એ ઇન્વાઇટ સીધી અન્ય યુઝર્સને જશે અને એનો સ્વીકાર કર્યા બાદ જ બન્નેની પ્રોફાઇલ પર એ પોસ્ટ દેખાશે. ઇન્સ્ટાગ્રામની વૉલ પર હેડિંગ એટલે કે નામની જગ્યાએ બન્ને પ્રોફાઇલનાં નામ દેખાશે જે બન્ને યુઝર્સના ફૉલોઅર્સ જોઈ શકશે. બન્ને યુઝર્સના ફૉલોઅર્સને કારણે એ પોસ્ટને વ્યુઝ અને લાઇક્સ પણ વધુ મળશે.

માલિકી મળશે, ક્રીએટ નહીં

ઇન્સ્ટાગ્રામના આ ફીચર્સનો ઉપયોગ ફક્ત ફાઇનલ કન્ટેન્ટ બાદ જ કરી શકાય છે. એથી એ માટે પહેલાં કન્ટેન્ટ બનાવવું જરૂરી છે અને એ કન્ટેન્ટની ક્રેડિટ અન્ય યુઝરને આપી શકાશે. ટિક-ટૉકમાં ડ્યુએટ્સની જેમ જે રીતે બે વ્યક્તિ મળીને કન્ટેન્ટ બનાવી શકતી હતી એ અહીં નહીં બનાવી શકાય. આ માટે રીમિક્સ ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ એમાં પણ એક વ્યક્તિએ બનાવેલી કન્ટેન્ટની સાથે અન્ય યુઝર પોતાની કન્ટેન્ટ બનાવી શકે છે. બન્ને સાથે નહીં બનાવી શકે.

ફક્ત વ્યુઝ વધારવા માટે

ઇન્સ્ટાગ્રામ પર ઘણા યુઝર્સને યોગ્ય હૅશટૅગ અને ટ્રેન્ડનો ઉપયોગ કરતાં ન આવડતું હોવાથી તેમને વ્યુઝ નથી મળતા. આ માટે તેઓ અન્ય વ્યક્તિ પાસે કન્ટેન્ટ બનાવડાવી શકે છે અને ત્યાર બાદ કોલૅબરેટર તરીકે રહી શકે છે. આથી તેમને બે યુઝર્સના વ્યુઝ મળશે. આ વ્યુઝ મળતાં ઇન્સ્ટાગ્રામના પણ વ્યુઝમાં વધારો થશે અને વધુમાં વધુ લોકો એનો ઉપયોગ કરશે.

tech news instagram harsh desai