Xiaomi લઈને આવી રહ્યું છે 100 મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન

11 August, 2019 07:39 AM IST  | 

Xiaomi લઈને આવી રહ્યું છે 100 મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન

Xiaomi સ્માર્ટફોન્સને અપગ્રેડ કરવામાં સૌથી ફાસ્ટ કંપની બની રહી છે. Xiomi આવનારા સમયમાં 100 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન લઈને આવી રહી છે. શાયોમી દુનિયાની પહેલી સ્માર્ટફોન કંપની બની ગઇ છે જે 100 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લઈને આવી રહી હોય. શાયોમી એક નવા ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરી રહી છે જેમાં 100 મેગાપિક્સલનો કેમેરો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શિયોમી ઇન્ડિયાના એમ.ડી મનુ કુમાર જૈને ટ્વિટર પર આ વાતની માહિતી આપી હતી. કંપની આ વર્ષના અંત સુધીમાં 64 મેગાપિક્સલનો ફોન લાવવાની છે અને ત્યારબાદ 100 મેગાપિક્સલનો ફોન લોન્ચ કરશે.

શાયોમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને શિયોમી ઇન્ડિયાના હેડ મનુ કુમાર જૈને કહ્યું હતું કે, કંપની 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું છે કે ,અમે 100 મેગાપિક્સલનાં કેમેરા ફ્લેગશિપ ફોન પર કામ કરી રહ્યા છીએ.' શાયોમીએ વર્ષ 2019ની શરૂઆતમાં 48 મેગાપિક્સલ લોન્ચ કર્યો અને હવે તે તમામ ફ્લેગશિપ્સમાં આપવામાં આવી રહ્યો છે. કંપની આવનારા થોડા જ સમયમાં 64 મેગાપિક્સલવાળા કેમરા સાથે સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે અને ત્યારબાદ 100 મેગાપિક્સલ કેમેરા વાળા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે.

સેમસંગ અને રિયલમી પણ 64 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે જો કે શાયોમી આ મામલે ફરી એકવાર આગળ નીકળી ગયું છે. શાયોમી 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનનો દાવો કરનારી વિશ્વની પ્રથમ સ્માર્ટફોન કંપની બની છે. સેમસંગ પણ ગેલેક્સી એ-સિરીઝ સ્માર્ટફોન પર 64-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાવશે. રિપોર્ટ અનુસાર કંપની ગેલેક્સી એ -70 માં 64 મેગાપિક્સલનો કેમેરો આપશે જો કે હવે રાહ જોવાની રહી શાયોમીના 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનની

tech news technology news gujarati mid-day