Whatsapp મેસેજીસ થઈ શકે છે ટ્રેક, જાણો કેવી રીતે

26 July, 2019 02:49 PM IST  |  મુંબઈ

Whatsapp મેસેજીસ થઈ શકે છે ટ્રેક, જાણો કેવી રીતે

Whatsapp મેસેજીસ થઈ શકે છે ટ્રેક

Whatsapp મેસેજીસને ટ્રેક કરવા માટે કેવી રીતે ઈનેબલ કરી શકાય? તેના પર ટેક્નિકલ સપોર્ટ માટે મદ્રાસ હાઈકોર્ટે IIT મદ્રાસના પ્રોફેસરથી રિપોર્ટ ફાઈલ કરવા માટે કહ્યું છે. આ પ્રોફેસર ગયા વર્ષે ફાઈલ કરવામાં આવેલી બે અરજીઓને સંબંધિત સુનાવણીમાં કોર્ટની મદદ કરી રહ્યા છે. આ અરજીમાં એ જોવામાં આવી રહ્યું છે કે ઓળખને પ્રમાણિત કરીને તેના આધાર પર ડેટાબેઝ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ એકબીજા સાથે કેવી લિંક છે? આ કેસથી Whatsapp પર અસર પડશે. Whatsapp એક લાંબા સમયથી સરકારને પોતાના પ્લેટફોર્મ પર મેસેજ વાંચવાથી રોકી રહી છે. કંપનીનો દાવો છે કે Whatsapp મેસેજીસની શરૂઆત ક્યાંથી થઈ છે, તેને એન્ક્રિપ્શનના કારણે ટ્રેસ નથી કરી શકાતા. પ્રોફેસરના દિવસ અનુસાર Whatsapp મેસેજીસ ટ્રેક કરી શકાય છે. જાણો કેવી રીતે?

આઈડેન્ટિટી ટેગ્સ એડ કરવાની મળી શકે છે મદદ
Kamakotiના અનુસાર, વ્હોટ્સએપમાં ઓરિજિનલ આઈડેંટિટી ટેગને એડ કરી શકાય છે. આ આઈડેંટિટી ટેગને વ્હોટ્સએપ મેસેજીસને એન્ક્રિપ્શન હટાવ્યા વગર એડ કરી શકાય છે.

Whatsappને કરવો પડી શકે છે પ્રોડક્ટ ડિઝાઈનમાં ફેરફાર
પ્રોફેસરે કોર્ટમાં જણાવ્યું છે કે એપ્લિકેશન પોતાના પ્રોડક્ટ ડિઝાઈનમાં ફેરફાર કરીને તેમાં ઓરિજિનેટરનો નંબરમાં સામેલ કરી શકે છે. એવામાં જ્યાંથી ફોરવર્ડેડ મેસેજ શરૂ થયો છે, તેને ખબર પડી જશે. તેવામાં કોઈ પણ સ્તર પર વ્હોટ્સએપ યૂઝરના મેસેજ વાંચવાની જરૂર નહીં પડે.

આ પણ જુઓઃ 'ખલ્લાસ ગર્લ' ઈશા કોપિકર હવે દેખાય છે આવી, જુઓ તસવીરો

Whatsapp તેને માને છે પ્રાઈવસીની વિરુદ્ધ
Whatsappનો માનવું છે કે આ યૂઝરની પ્રાઈવસીની વિરુદ્ધમાં છે. જેના પર પ્રોફેસરને તર્ક આપ્યું છે કે Whatsapp એક પ્રાઈવસી કેન્દ્રિત એકમ હોવાનો દાવો નથી કરી શકતું. જ્યારે યૂઝર્સ સરળતાથી કોઈને પણ કોઈ પણ જવાબદારી વગર મેસેજ ફોરવર્ડ કરી શકે છે. આ કેસમાં WhatsApp, Facebook, Google, Twitter સાથે યૂનિયન અને તમિલનાડુ સરકાર સામેલ છે. ભારત સરકારે વ્હોટ્સએપને ડિજિટલી ફિંગરપ્રિંટિંગ મેસેજીસ શરૂ કરવાનું કહ્યું છે, જેનાથી મેસેજીસ ટ્રેક કરી શકાય. WhatsApp માટે ભારત સૌથી મોટું બજાર છે. ભારતમાં આ એપના 350-400 મિલિયન યૂઝર્સ છે.

tech news