Twitter થયું ઠપ, લોકોને ટ્વીટ કરવામાં થઈ રહી છે પરેશાની

02 October, 2019 05:41 PM IST  |  મુંબઈ

Twitter થયું ઠપ, લોકોને ટ્વીટ કરવામાં થઈ રહી છે પરેશાની

ટ્વિટર થયું ઠપ

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર કરોડો યૂઝર્સ ટ્વીટ નથી કરી શકતા કારણ કે ટ્વિટરનું ટ્વીટડેક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. જેના કારણે દુનિયાભરના લોકોને પોસ્ટ કરવામાં પરેશાની થઈ રહી છે. પોતાની પરેશાનીની જાણકારી સોશિયલ મીડિયા પર યૂઝર્સ આપી રહ્યા છે. યૂઝર્સ કલાકોથી ટ્વીટ નથી કરી શકતા. જો કે કંપનીએ યૂઝર્સને આશ્વાસન આપતા સમસ્યાને જલ્દી દૂર કરવાનું વચન આપ્યું છે. જો કે ખરેખર સમસ્યા શું છે તેના વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી.

ટ્વિટર યૂઝર્સને મંગળવાર રાતથી જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. જો કે વચ્ચે થોડી વાર માટે ટ્વીટ ડેક કામ કરવા લાગ્યું હતું, પરંતુ ફરીથી તે જ સમસ્યા આવવા લાગી હતી.

સમસ્યા વિશે જાણકારી મળતા જ ટ્વિટરે એક પોસ્ટના માધ્યમથી યૂઝર્સને આશ્વાસન આપ્યું છે કે આજે તમને ડાયરેક્ટ મેસેજ, ટ્વીટ, નોટિફિકેશન જોવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ અમે બને એટલી જલ્દી તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ હિના ખાનનો જમ્પશૂટમાં સ્ટાઈલિશ અંદાજ

જણાવી દઈએ કે માત્ર ભારત જ નહીં ફ્રાન્સ, જાપાન, બ્રિટેન અને નેધરલેન્ડના યૂઝર્સને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્વિટર અકાઉન્ટ ઓપન કરતા જ લોગઈન પેજ આવી રહ્યું છે અને તેમાં આઈડી પાસવર્ડ નાખતા જ એરર આવી રહી છે. લગભગ 4, 000 યૂઝર્સ આ પરેશાનીને રિપોર્ટ કરી ચુક્યા છે.

tech news