સેફ્ટીમાં અસફળ છે ભારતની આ લોકપ્રિય કાર, જાણો તમારી કારની સેફ્ટી

06 November, 2019 04:09 PM IST  |  Mumbai Desk

સેફ્ટીમાં અસફળ છે ભારતની આ લોકપ્રિય કાર, જાણો તમારી કારની સેફ્ટી

આ ત્રણે કારને સેફ્ટી મામલે કેટલા સ્ટાર મળ્યા

Maruti Suzuki Wagon R
એન્જિન અને પાવરની વાત કરીએ તો મારુતિ સુઝુકિ વેગન આરમાં 998ccનું 4 સિલેંડરવાળા SOHC પેટ્રોલ અન્જિન આપવામાં આવ્યું છે જે 5500 Rpm પર 50 kWની પાવર અને 3500 Rpm પર 90 Nmનું ટૉર્ક જેનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરતાં તો આ કાર 5 સ્પીડ મેનુઅલ ગિયબૉક્સમાં આવે છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો મારુતિ સુઝુકિ વેગન આરના ફ્રન્ટમાં ડિસ્ક અને રૅરમાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યો છે. કીંમતની વાત કરીએ તો મારુતિ સુઝુકિ વેગન આરની શરૂઆતની એક્સ શૉરૂમ કિંમત 4,34,000 રૂપિયા છે. મારુતિ સુઝુકિ વેગન આરને 2019માં ચાઇલ્ડ અને એડલ્ટ સેફ્ટીના મામલેમાં ફક્ત 2 સ્ટાર મળ્યા છે.

હ્યુન્ડાઇ સેન્ટ્રો
એન્જિન અને પાવરની વાત કરીએ તો હ્યુન્ડાઇ સેન્ટ્રોમાં 1.1 લિટરના 4 સિલિન્ડરવાળું SOHC પેટ્રોલ એન્જિન છે જે 69 Psની પાવર અને 10.1 kg.mનું ટૉર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો સેન્ટ્રો 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઑટોમેટિક ગિયરબૉક્સના ઑપ્શનમાં આવે છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો હ્યુન્ડાઇ સેન્ટ્રોના ફ્રન્ટમાં ડિસ્ક અને રૅર ડ્રમ બ્રેક છે. કિંમતની વાત કરીએ તો હ્યુન્ડાઇ સ્નેટ્રોના શરૂઆતના એક્સ શૉરૂમ કિંમત 3,90,493 રૂપિયા છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોને 2019માં ચાઇલ્ડ અને એડલ્ટ સેફ્ટી મામલે ફક્ત 2 સ્ટાર મળ્યા છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

Datsun Redi-Go
એન્જિન અને પાવરની વાત કરીએ તો Datsun Redi-Goમાં 799ccના 4 સિલિન્ડરવાળા SOHC પેટ્રોલ એન્જિન છે જે 5678 Rpm પર 54Psનું પાવર અને 4386 Rpm પર 72Nmનું ટૉર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો Redi-Goમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ આપવામાં આવ્યું છે. ડાઇમેન્શનની વાત કરીએ તો Datsun Redi-Go લંબાઇ 3429 mm, પહોળાઈ 1560 mm, અને ઉંચાઈ 1541mm, વ્હીબેસ 2348 mm છે. કિંમતની વાત કરીએ તો Datsun Redi-Goના શરૂઆતના એક્સ શૉરૂમની કિંમત 2,79,650 રૂપિયા છે. Datsun Redi-Goને 2019માં ચાઇલ્ડ સેફ્ટીમાં 2 સ્ટાર અને એડલ્ટ સેફ્ટીમાં ફક્ત 1 સ્ટાર મળ્યું છે.

tech news technology news national news maruti suzuki hyundai